
દાહોદમાં ગુજરાત વીસીઇ મંડળ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ મુખ્યમંત્રીને સંબોધતું જિલ્લા વિકાસ અધિકારીને આવેદન
દાહોદ તા.૧૯
ગ્રામ પંચાયત ઈ – ગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેતનનો ભંગ થતો હોઈ કમીશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણુંક અપાવી સરકારી કર્મચારીઆનો દરજ્જાે આપવા બાબતે દાહોદના કર્મચારીઓ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધતું એક આવેદનપત્ર જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું છે.
કર્મચારીઓએ આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, પોતાની વિવિધ માંગણી જેવી કે, કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ વેતન સાથે પગાર ધોરણ લાગુ કરવામાં આવે, સરકાર સાથે ૧૬ વર્ષથી વગર પગારે કામ કરતાં હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે, આરોગ્યલક્ષી સુવિધા આપતાં પરિવાર સહિત વિમા કવચ આપવામાં આવે, વીસીઈને ગ્રામ પંચાચત ખાતે દબાણ થતું હોય દબાણમાં ના આવતાં વીસીઈને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાંખવામાં આવે છે તેમજ એમના લાગતા વળગતાં લોકોને લેવા માટે વીસીઈને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાંખવામાં આવે છે જે બાબતે જાેબ સિક્યુરીટી બાબતનો જી.આર. કરવામાં આવે અને સરકારની મંજુરી વગર કોઈ પંચાયત વીસીઈને કાઢી ન શકે અને કોરોના મહામારીમાં મરણ પામેલ વીસીઈને આર્થિક સહાય આપવામાં આવે વિગેરે જેવી અનેક રજુઆતો આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
————————-