
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના ગુલબાર ગામે નજીવી બાબતે બે વ્યક્તિઓ પર તલવાર વડે હુમલો..
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગુલબાર ગામે જાહેરમાં તલવાર લઈ જવા ના પાડતાં બે ઈસમ એકદમ ઉશ્કેરાઈ જઈ બે વ્યક્તિઓને તલવાર વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૦મી મેના રોજ ગુલબાર ગામે રહેતાં નરેશભાઈ ભુરાભાઈ ભાભોર અને સુરેશભાઈ જાેખાભાઈ ભાભોર ખુલ્લી તલવાર લઈ જાહેરમાં ફરતાં હતાં તે સમયે ગુલબાર ગામે થાણા ફળિયામાં રહેતાં અંકિતભાઈ વજેસીંગભાઈ મંડોડે, તું ખુલ્લી તલવાર લઈ કેમ ફરે છે, તેમ કહેતાં ઉપરોક્ત બંન્ને જણા એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાના હાથમાંની તલવાર અંકિતભાઈના હાથના ભાગે મારી તેમજ ચિરાગભાઈને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત અંકિતભાઈ વજેસીંગભાઈ મંડોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.