દાહોદ તાલુકાના ખરજ ગામે બે બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક બાઈક ચાલકનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે ત્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત અન્ય બાઈક ચાલકને નજીકના લોકોએ ઇમરજન્સી 108 સેવાને બોલાવી સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યું હતું જ્યાં ફરજ પરના હાજર તબીબોએ પ્રાથમિક સારવાર કર્યા બાદ બાઇક ચાલકની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.આ અકસ્માતની જાણ દાહોદ તાલુકા પોલીસને થતા દાહોદ તાલુકા પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશનો કબ્જો લઇ પીએમ અર્થે નજીકના દવાખાને મોકલી ઘટના સંબંધી ફરિયાદ લખવાની તજવીજ હાથ ધરી છે.