
સૌરભ ગેલોત:- લીમડી/ગૌરવ પટેલ :- લીમખેડા
ધાનપુર તાલુકાના પાવ ગામે છ માસ અગાઉ થયેલ ધાડના ગુનાનો ભેદ ઉકેલતી ધાનપુર પોલીસ: ધાડના ગુનામાં સંડોવાયેલ બે આરોપી ઝડપાયા..
ધાડના ગુનામાં સામેલ છ લુરારુઓના નામ ખુલ્યા…
દાહોદ, તા.ર૬
દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પાવ ગામે આજથી છ માસ અગાઉ થયેલ ધાડના અનડીટેક્ટ ગુનાને શોધી કાઢી ગુન્હામા સંડોવાયેલ બે આરોપીઓને લુંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યાનું જાણવા મળેલ છે.
દાહોદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ અનડીટેક્ટ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા દાહોદ જીલ્લા પોલીસ વડા હિતેશ જાેયશરની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લા પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગત રોજ ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે ધાનપુર તાલુકામાં લુટ તથા ધાડના ગુનામા સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી આજથી છ માસ અગાઉ રાત્રીના સમયે છ જેટલા લુટારૂઓએ એક ઘરમા લુટ-ધાડ કરી રોકડા રૂપિયા સહિત ચાંદીના દાગીના વિગેરે મળી કુલ રૂા.૬૦પ૦૦ની મત્તાના લુટના બનાવમાં આરોપી પ્રવીણભાઈ ઉર્ફે પવલાભાઈ પરમાર તેમજ વરસનભાઈ મગનભાઈ પરમાર(રહે.ભાણપુર, પીપળીયા ધરા ફળીયું, તા.ધાનપુર, જી.દાહોદ)નો ધાડ-લુટમાં ચોરી થયેલ મોબાઈલને ટેકનીકલ સર્વેલન્સની આધારે આરોપી વરસનભાઈ તેમજ પવલાભાઈ પરમારને ઝડપી પાડ્યો હતો. અને તેની સઘન પુછપરછ કરતા મુકેશભાઈ બગાભાઈ પરમાર, નારૂભાઈ કાળુભાઈ પરમાર( રહે.ભાણપુર), પારૂભાઈ જાેરીયાભાઈ મોહનીયા(રહે.પાનમ) તથા પુનીયાભાઈ ઉર્ફે બુચો સવલાભાઈ ગણાવા(રહે.કાટુ, તા.ધાનપુર, જી.દાહોદ)નાઓએ ભેગા મળી પાવ ગામે લુટ કરી હોવાની કબુલાત કરી હતી. આ મામલે પોલીસે પ્રવીણભાઈ ઉર્ફે પવલાભાઈ પરમારને મળેલ બાતમીના આધારે જામનગર જીલ્લાના બોલંબા ગામે ઝડપી પાડ્યો હતો.
ઉપરોક્ત આરોપીઓ ધાનપુર, લોધીકા, કોટડા, પંચમહાલના કાલોલ, દે.બારીઆ, જામનગર, મહીસાગર જીલ્લાના સંતરામપુર, સુખસર, કોટડા સાગણી, ધાનપુર અને લીમખેડા જેવા વિસ્તારોમાં વિવિધ ગુનાઓને અંજામ આપ્યા હોવાની પણ ઝડપાયેલ આરોપીઓએ કબુલાત કરી હતી.