Thursday, 21/11/2024
Dark Mode

કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જા વિભાગને ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરોધમાં “ઓલ ઇન્ડિયા પાવર ઈન્જીનીયર્સ ફેડરેશન”દ્વારા અપાયેલા ભારત બંધના સમર્થનમાં દાહોદના કર્મચારીઓ જોડાઈ કામકાજથી અળગા રહ્યા

કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જા વિભાગને ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરોધમાં “ઓલ ઇન્ડિયા પાવર ઈન્જીનીયર્સ ફેડરેશન”દ્વારા અપાયેલા ભારત બંધના સમર્થનમાં દાહોદના કર્મચારીઓ જોડાઈ કામકાજથી અળગા રહ્યા

જીગ્નેશ બારીઆ @દાહોદ 

દાહોદ તા.૦૮

કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જા વિભાગને ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરોધમાં તેમજ પોતાની વિવિધ માંગણી સંદર્ભે  ઓલ ઇન્ડિયા પાવર ઈન્જીનીયર્સ ફેડરેશન દ્વારા આજરોજ ૮ જાન્યુઆરીના રોજ એક દિવસીય હડતાળ પર ઉતરવાનો નિર્ણય કરતાં દાહોદ જિલ્લાના વીજ કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાઈ કામથી અળગા રહ્યા હતા. દેશ વ્યાપી હડતાળના ભાગ રૂપે પોતાની વિવિધ માંગણી સંદર્ભે બેંકના કર્મચારી, એલઆઈસી કર્મચારી,ઈન્કમટેક્ષ વિગેરે કર્મચારીઓ પણ પોતાના કામકાજથી અળગા રહી એક દિવસીય હડતાળમાં જોડાયા હતા. બેંકો બંધ રહેતા વેપારીઓ, ધંધાકારી સહિત લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોજબરોજના વ્યવહારો પર તેની અસર જોવા મળી હતી.

ઓલ ઇન્ડિયા પાવર ઈન્જીનીયર્સ ફેડરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં જણાવ્યા અનુસાર,  કેન્દ્ર સરકાર દ્વારા ઉર્જા વિભાગને ખાનગીકરણ કરવાના નિર્ણયના વિરોધમાં અને જુની પેન્શન સ્કીમનું અમલીકરણ કરવાની માંગણી સબબ દેશભરમાં અંદાજે ૧૫ લાખથી વધુ વિજળી કર્મચારીઓ, અધિકારીઓ અને ઈજનેરો આજરોજ રાષ્ટ્રીય કક્ષાએ એક દિવસ કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યાે હતો અને આંદોલનના માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આવા સમયે દાહોદ જિલ્લાના વિજ કર્મચારીઓ પણ આ હડતાળમાં જોડાયા હતા અને એક દિવસ માટે પોતાના કામકાજથી અળગા રહી આ હડતાળને સફળ બનાવવા વિરોધ નોંધાવ્યો હતો.

error: Content is protected !!