કલા ઉત્સવ અંતર્ગત G.C.S .R .T ગાંધીનગર દ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં દાહોદ જિલ્લાનું ગૌરવ વધારતો વિવેકાનંદ શાળાનો વિધાર્થી

Editor Dahod Live
1 Min Read

દીપેશ દોષી @ દાહોદ 

દાહોદ તા.07

દાહોદ જિલ્લાનું ગૌરવ કલા ઉત્સવ અંતર્ગત G.C.S .R .T ગાંધીનગર દ્વારા આયોજિત નિબંધ લેખન સ્પર્ધામાં દાહોદ જિલ્લા ગરબાડા તાલુકાના અભલોડ મુકામે આવેલ શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી પરમાર જયદીપસિંહ ગોવિંદભાઈ તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવતાં રાજય કક્ષા માટે તેની પસંદગી થઈ હતી . ગત તારીખ ૨ – ૧ – ૨૦૨૦ ના રોજ મિયાગામ કરજણ જિલ્લો વડોદરા ખાતે યોજાયેલ રાજય કક્ષાની નિબંધ સ્પર્ધામાં જયદિપસિંહે શ્રેષ્ઠ નિબંધ લખતાં વડોદરા ખાતે તેને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સમ્માનિત કરાયો હતો , જયદિપસિંહે પોતાના ગામ વિજાગઢ , શાળા શ્રી વિવેકાનંદ શાળા અભલોડ,તા.ગરબાડા તથા દાહોદ જિલ્લાનું નામ રોશન કર્યું છે .

Share This Article