યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીનું દંડક રમેશભાઈ કટારાએ હાર પહેરાવી સ્વાગત કર્યું

Editor Dahod Live
1 Min Read

શબ્બીરભાઈ સુનેલવાલ :- ફતેપુરા

યુક્રેન થી પરત આવેલા વિદ્યાર્થીનું દંડક રમેશભાઈ કટારા એ હાર પહેરાવી સ્વાગત કર્યું

ફતેપુરા તા.05

ફતેપુરા તાલુકાના ગવાંડુંગરા ગામના વતની છે સહર્ષ પટેલ
ફતેપુરા તાલુકાના ગવાડુંગરા ગામ ના વિદ્યાર્થી સહર્ષ પટેલ મેડિકલ અભ્યાસ માટે ગયા હતા જ્યાં ઓડેશા યુનિવર્સિટીમાં અભ્યાસ મેળવતા હતા યુક્રેન અને રશિયા વચ્ચે ના યુદ્ધમાં ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ ફસાઈ ગયા હતા આ વિદ્યાર્થીઓને પરત ભારત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અધિકારીઓએ ઓપરેશન ગંગા હેઠળ બીડું ઉપાડ્યું છે. કડક સુરક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને હેમખેમ ભારત લાવવામાં આવી રહ્યા છે જેમાં ફતેપુરા તાલુકાના ડુંગર ગામના સહર્ષ પટેલ પણ પ્રેમમાં ફસાયા હતા અને ત્યાંથી ઓપરેશન ગંગા હેઠળ જેઓ શુક્રવારની રાત્રિના સમયે હેમખેમ પરત ઘરે આવ્યા હતા જેમાં શનિવારના રોજ ફતેપુરા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા નાટક રમેશભાઈ કટારા એ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થી સહર્ષ પટેલને હાર પહેરાવી સ્વાગત અને સન્માન કર્યું હતું. મેડિકલના વિદ્યાર્થ સહર્ષ પટેલ અને તેમના પરિવારજનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article