સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત ગરીબ પરિવારોને રિઝર્વ કરી લાભ આપવા માંગણી કરાઈ 

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ

સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત ગરીબ પરિવારોને રિઝર્વ કરી લાભ આપવા માંગણી કરાઈ 

 સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ શૈલેષ હઠીલાંના આયોજનથી દાહોદ જિલ્લા પ્રભારી રમસુભાઈ હઠીલાના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા ની ઉપસ્થિતિમાં આજરોજ સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે સિંગવડ તાલુકા માં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા ગરીબ પરિવાર વંચિત રહી ગયા હોય જ્યારે સરકાર દ્વારા ગરીબ પરિવારોને કાચા મકાન માંથી પાકા મકાનમાં રહેવા માટેની યોજના છે પરંતુ આ યોજનાનો લાભ પાકા મકાનો વાળા જ લઇ રહ્યા છે ખરેખર આવાસથી વંચિત લોકોને આ લાભ મળે તે હેતુથી સમગ્ર તાલુકાના તમામ ગામોમાં ફરીથી રીસર્વે કરી જરૂરિયાત મંદ લાભાર્થીને લાભ મળે તેવી આમ આદમી પાર્ટીની માંગ છે જે લાભાર્થીને ઓર્ડર મળી ગયા છે છતાં હજી સુધી પ્રથમ હપ્તો પણ મળેલ નથી જ્યારે તેમની સાથે જ ઓર્ડર મળે લાભાર્થીઓને ત્રણ હપ્તા ચુકવાઇ ગયા હોય એવો ભેદભાવ શા માટે કરવામાં આવ્યો જ્યારે જયેશ સંગાડા દ્વારા જણાવાયું કે સ્થાનિક આગેવાનોને ગરીબોના આવાસ કેટલા બન્યા તે જોવામાં રસ નથી પરંતુ તેમને કમલમ નું કામ કેટલે પહોંચ્યું એ જોવામાં રસ છે તેમ જણાવ્યું હતું જ્યારે આવનાર સમયમાં આપ સીંગવડ ના સ્થાનિક નાગરિકો સાથે મળી ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરીશું તેમ જણાવ્યું હતું.

Share This Article