સંતરામપુર:યુક્રેનમાં ફસાયેલાં વિધાર્થીઓના પરિવારજનોની મુલાકાત કરતા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર:યુક્રેનમાં ફસાયેલાં વિધાર્થીઓના પરિવારજનોની મુલાકાત કરતા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર 

સંતરામપુર તા.02

યુક્રેનના અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થી અને તેમના પરિવારની પ્રાંત અધિકારી અને મામલતદાર મુલાકાત લીધી હતી.સંતરામપુર નગરમાં સંતરામપુર તાલુકાના અને સંતરામપુર નગરના ચાર વિદ્યાર્થીઓ યુક્રેનમાં મેડીકલ માટે અભ્યાસ કરવા માટે ગયા હતા. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા.અને એક હાલમાં યુક્રેનમાં ફસાયેલા છે જેના અંગે મહિસાગર જિલ્લાના કલેકટરના આદેશ મુજબ

 

 

પ્રાંત અધિકારી અને મામલતદાર વિદ્યાર્થી અને પરિવારની મુલાકાત લીધી હતી. અને તેમને શુભેચ્છા પાઠવી હતી વિદ્યાર્થી અનિકેત દીપકકુમાર પાઠક 20 તારીખ ના રોજ પરત આવેલા હતા વિદ્યાર્થી કુંજલ કુમાર ચેતનભાઈ પટેલ બે તારીખ ના રોજ પરત આવેલા હતા વિદ્યાર્થી હેતલબેન ઇશ્વરભાઇ તાવિયા 17.02.2022 ના રોજ પરત આવેલા હતા આ તમામની પરિવારોને અને વિદ્યાર્થીઓને મુલાકાત લઇ તેમને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે વિદ્યાર્થી મુનિ જીમી બેન પંકજભાઈ જેઓ હાલ યુક્રેન સરહદ પાર કરી પોલેંડ દેશમાં ગયા છે સુરક્ષિત છે મારી સાથે મુલાકાત કરી હતી.

Share This Article