સિંગવડ તાલુકાના ફોફણ સીમાડાથી હીરાપુર  સુથાર ફળિયાને જોડતો રોડ  એક વર્ષ બાદ પણ અધૂરો..!!

Editor Dahod Live
1 Min Read

કલ્પેશ શાહ :- સિંગવડ

સીંગવડ તા.24

 સિંગવડ તાલુકાના ફોફણ સીમાડાથી હીરાપુર  સુથાર ફળિયાને જોડતો રોડ  એક વર્ષ જેવો થવા આવ્યું પણ તેને માટી મેટર કરીને મૂકી દેવામાં આવ્યો છે.

 સીંગવડ તાલુકાના આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા પ્રભારી રમસુ ભાઈ હઠીલા દ્વારા હીરાપુર ગામે રહેતા મીલેટ્રી મેન નિલેશભાઈ ભગોરાની મુલાકાત કરવામાં આવી હતી.તે દરમિયાન  જણાવવામાં આવ્યું હતું ફોફણ સીમાડા થી હીરાપુર સુથાર ફળિયામાં જતા રોડનું કામ એક વરસથી ખોદકામ કરીને નદીની કાકરીયા નાખી મૂકી રાખવામાં આવ્યું છે. તેને બનાવવામાં નહીં આવતા આ ખખડધજ રસ્તા પરથી લોકોની અવરજવર માટે ગણી તકલીફ નો સામનો કરવો પડતો હોય છે.જ્યારે બીજો રસ્તો કોઈ ન હોવાના કારણે  ડુંગર પર ચડીને જવું પડતું હોય છે. જ્યારે સરકારી તંત્રના અધિકારી તથા સ્થાનિક નેતાઓ દ્વારા આ રોડના કામની તપાસ કરીને અધૂરું કામ જલદીથી પૂર્ણ કરીને ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જ્યારે આ કામ સમયસર પૂરું કરવામાં નહીં આવે તો ઉપર સરકારમાં  રજૂઆત કરવા માટે હીરાપુરના  વિલેસભાઈ ભગોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Share This Article