
દે.બારીયા તાલુકાના ભથવાડા ટોલનાકા પરથી ટ્રકમાં બાજરી તેમજ પથ્થરની ભુક્કી ની આડમાં લઇ જવાતા અફીણના ઝિંડવા ઝડપાયા
પોલીસે 51.94 લાખના અફીણના ઝિંડવા તેમજ ટ્રક મળી કુલ 87.78 લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત કરી.
માધ્યપ્રદેશના જાવરાથી અફીણના જીંડવા ફરી રાજસ્થાનના ચાચોર લઇ જવાતો હોવાનું ઘસ્ફોટક
દાહોદ LCB પોલીસે આંતરાજ્ય નશાના કારોબારનો પર્દાફાશ કર્યો :ચાલકની અટકાયત
દાહોદ તા.26
મધ્ય પ્રદેશથી બાજરી તથા પથ્થરની ભૂકીના થેલાઓની આડમાં અફીણના જીંડવા( પોશ ડોડા) ની આંતરરાજ્ય હેરાફેરી કરવા નીકળેલ એક ડ્રાઈવરને રૂપિયા ૫૧.૯૩ લાખ ઉપરાંતની કિંમત ના૧૭૬૦ કિલોગ્રામ થી વધુ વજનના અફીણના પોશડોડા ૧૫ લાખની ટ્રક એક મોબાઇલ ફોન રોકડ તથા ૮૪ હજારની કિંમતની બાજરીની થેલીઓ મળી રૂપિયા ૬૭,૭૮,૪૪૦/- ના મુદ્દામાલ સાથે દાહોદ એલસીબી પોલીસની ટીમે દાહોદ ગોધરા હાઈવે રોડ પર પીપલોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ભથવાડા ટોલનાકા આગળથી શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એલસીબી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ. પી. કરેણ ની સુચના મુજબ દાહોદ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એમ માળી તથા તેમના સ્ટાફ ની ટીમ ગઈકાલે સાંજે પીપલોદ સ્ટેશનના હદ વિસ્તારમાં દાહોદ ગોધરા નેશનલ હાઈવે ભથવાડા ટોલનાકા ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગમાં વ્યસ્ત હતા તે દરમિયાન ભથવાડા ટોલનાકા આગળ દાહોદ થી ગોધરા તરફ જતા રોડ પર ઉભેલ આરજે. ૪૩જી. એ. ૨૪૮૭ નંબરની ટ્રક પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસે ટ્રકના ડ્રાઇવરની પૂછપરછ કરતા ટ્રક ડ્રાઇવર રાજસ્થાનના જોધપુર જિલ્લાના ડોલીયા ડાંગિયા વાસો ગામના બદારામ ગોપારામ જાટે સંતોષકારક જવાબ ન આપતા પોલીસ ડ્રાઇવરને શંકાસ્પદ ટ્રક સાથે અત્રેની એસીબી ઓફિસે લાવી હતી અને ટ્રકમાં ભરેલમુદ્દામાલ બાબતે ફરીવાર પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કે તો ડ્રાઇવરે ગોળગોળ જવાબો આપ્યા હતા ત્યારબાદ પોલીસે પોતાની ભાષામાં પૂછપરછ હાથ ધરતા તેને ટ્રકમાં સફેદ પ્લાસ્ટિકની થેલીઓમાં બાજરી તથા સફેદ પથ્થરની ભૂકીઓના કટ્ટાઓ ની હાડમાં નીચે સફેદ તથા કાળા કલરની થેલીઓમાં અફીણના જીંડવા( પોશ ડોડા) ભરેલો હોવાનું જણાવતા જે અંગે પોલીસે ખાતરી તપાસ કરતા સફેદ તથા કાળા કલરની પ્લાસ્ટિકની મીણીયાની થેલીઓમાં અફીણના જીંડવા ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું જેથી અફીણના જીંડવા બાબતે ઉચ્ચ અધિકારીઓને હકીકતની જાણ કરી એફએસએલ અધિકારીને બોલાવી પકડાયેલ ટ્રકમાંથી મળી આવેલ અફીણના જીંડવા બાબતે પરીક્ષણ કરાવતા તેઓએ પરીક્ષણ બાદ અફીણના જીંડવા હોવાનું જણાવતા પોલીસે સદર રાજસ્થાન પાસિંગની ટ્રકમાંથી રૂપિયા ૫૧,૯૩,૧૮૦/- ની કુલ કિંમતના ૧૭૩૧.૦૬૦ કિલોગ્રામ વજનના અફીણના જીંડવા(પોશ ડોડા) અસલ આરસી બુક સાધનિક કાગળો બીલટી દોરડું તાડપત્રી તથા રૂપિયા ૧૫ લાખની કિંમતની ટ્રક તેમજ ૮૪ હજારની કિંમતના બાજરીના કટ્ટા નંગ ૧૪૦ તથા સફેદ પથ્થર ની ભૂકી ની પ્લાસ્ટિકની થેલીઓ નંગ ૧૨૦ તેમજ પકડાયેલ ડ્રાઇવર પાસેથી રૂપિયા ૫૦૦/- ની કિંમતનો મોબાઇલ તથા રૂપિયા ૭૬૦/- ની રોકડ મળી કુલ રૂપિયા ૬૭,૭૮,૪૪૦/- નો મુદ્દામાલ કબજે લઇ ટ્રક ડ્રાઇવર તથા ટ્રકમાં ઝીંડવા ભરાવી આપનાર રાજસ્થાનના જાલેલી ચંપાવત ફોજદાર ગામના શ્રવણ રામ વિશ્નોઈ વિરુદ્ધ નાર્કોટિક્સ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજસ્થાનના ઈસમ દ્વારા મધ્યપ્રદેશથી માદક પદાર્થોનો જથ્થો પોલીસ તેમજ આબકારી વિભાગની નજર ચૂકવી ગુજરાતના રસ્તે રાજસ્થાન લઈ જવાતો હોવાનું અનુમાન
પકડાયેલ ડ્રાઇવર બદારામ ગોપારામ જાટે અફીણના જીંડવા બાબતે પોલીસે કરેલી પૂછપરછમાં જણાવ્યું હતું કે રાજસ્થાનના જોધપુર જિલ્લાના મંડોર તાલુકાના જાલેલી ચંપાવત ફોજદાર ગામના તેના મિત્ર શ્રવણ રામ વિશ્નોઈએ તેને મધ્ય પ્રદેશમાં આવેલ જાવરા ખાતે બોલાવી ટ્રક નંબર આર જે ૪૩જીએ ૨૪૮૭ નંબરની ટ્રકમાં અફીણના જીંડવા ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે ભરાવી રાજસ્થાનમાં આવેલ ચાચોર ખાતે લઇ જવા જણાવ્યું હોવાનું જણાવ્યું હતું