
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના ઇંટા ગામે ભાગી ગયેલ છોકરીના નિકાલ બાબતે ગડદાપાટુનો મારમારી ઢાળિયામાં આગ ચાપી.
તમારા સંબંધમાં ભાગી ગયેલ છોકરી ને પરત કેમ અપાવતા નથી કે નિકાલ કેમ કરતા નથી? ના બહાને તકરાર થઇ હતી.
ત્રણ ઇટાં ગામના તથા એક ટાઢીગોળી ગામના આરોપી સામે ગુનો દાખલ કરાયો.
સુખસર તા.08
ફતેપુરા તાલુકાના ઇંટા ગામે ગતરોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ઇટાના ત્રણ તથા એક ટાઢીગોળી ગામના ઈસમે ફરિયાદીના સંબંધી સાથે છોકરી ભાગી ગયેલ હોવાની અદાવત રાખી છોકરી પરત સોંપવા અથવા જે-તે નિકાલ કરી આપવા બાબતે તકરાર કરી ગડદાપાટુનો મારમારી ઢાળિયામાં આગ લગાવવા બાબતે ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઇંટા ગામના ધુળાભાઈ પ્રતાપભાઈની છોકરી કૈલાશબેન એકાદ મહિના પહેલા માવજીભાઈ સોમસિહભાઈના સાળા જયેશભાઇ બદીયાભાઈ ગરાસીયા રહેવાસી ઝાલોદનાનો પત્ની તરીકે રાખવા સારું લઇ ગયેલ હોય તેની અદાવત રાખી ઇંટા ગામના ધુળાભાઈ પ્રતાપભાઈ પારગી,નિતેશભાઇ ધુળાભાઈ પારગી,કાંતાબેન ધુળાભાઈ પારગી તથા ટાઢીગોળી ગામનો હુરસીંગભાઈ દલસીંગભાઈ વસૈયા નાઓ ઇંટા ગામના જયંતીભાઈ સોમસિંગભાઈ પારગી રાવળ ફળિયા નાઓને ત્યાં જઈ તમારા સગા અમારી છોકરીને લઇ ગયેલ છે.તમો પરત કેમ આવતા નથી કે નિકાલ કેમ કરાવતા નથી?તેમ કહી ધુળાભાઈ તથા નિતેશભાઇએ સુકલીબેનને ગડદાપાટુનો મારમારી ધુળાભાઈ પારગીએ ફરિયાદીના ઢાળિયામાં આગ લગાડી સળગાવી દઈ કાંતાબેન તથા સુરસીંગભાઈ નાઓએ ખોટી ગાળો બોલી એકબીજાને મદદગારી કરી ગુનો કરવા બાબતે જયંતીભાઈ સોમસિંહભાઈ પારગીએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ધુળાભાઈ પ્રતાપભાઈ પારગી, નિતેશભાઇ ધુળાભાઈ પારગી, કાંતાબેન ધુળાભાઈ પારગી રહે.ઈંટા તથા ટાઢીગોળી ગામના હુરસીંગભાઈ દલસિંગભાઈ વસૈયાના ઓની વિરુદ્ધમાં આગ ચાંપી સળગાવી દેવા, મારામારી કરવા,સુલેહ ભંગ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરવા બાબતે ફતેપુરા પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.