Sunday, 13/07/2025
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામેથી પસાર થતી ઉજળ નદીમાં બે રોકટોક ધમધમતો રેતીખનનનો વેપલો, સંલગ્ન તંત્ર અજાણ કે આખ આડા કાન..?

November 21, 2021
        1368
દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામેથી પસાર થતી ઉજળ નદીમાં બે રોકટોક ધમધમતો રેતીખનનનો વેપલો, સંલગ્ન તંત્ર અજાણ કે આખ આડા કાન..?

રાહુલ મહેતા :- દેવગઢ બારીયા

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામેથી પસાર થતી ઉજળ નદીમાં બે રોકટોક ધમધમતો રેતીખનનનો વેપલો, સંલગ્ન તંત્ર અજાણ કે આખ આડા કાન..? સળગતો સવાલ

બારીયા તા.21

દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામેથી પસાર થતી ઉજળ નદી માંથી ગેર કાયદેસર થતો સફેદ રેતીનો કાળો વ્યેપલો તંત્ર અજાણ જે પછી આંખ આડા કાન જેવા અનેક સવાલો તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે ખરા

દેવગઢ બારીયા તાલુકામાં સફેદ રેતીનો કાળો કારોબાર બેરોક ટોક ધમ ધમી રહયોછે હાલમાં તાલુકા ના ચેનપૂર. જુના બારીઆ. રામાં. નાથુડી સહીતનાં અન્ય કેટલાક ગામો માં સરકાર દ્વારા રેતી ની લીઝ ની ફાળવણી કરવામા આવેલ છે જયારે તાલુકાનાં પાનમ તેમજ ઉજ્જળ નદીમાં આજે પણ કેટલાંય રેતી માફિયા ઓ આજે પણ બેરોકટોક રેતી ખનન કરતા જોવા મળી રહ્યા છે જેમાં દુધિયા લવારિયા ગામની ઉજ્જળ નદી ના પટ્ટ માં કોઈ પણ લિઝ મંજુર ના હોવા છતાં પણ કેટલાક રેત માફિયા ઓ આ નદીમાં હીટાચી મશીન દ્વારા મોટા પાયે ખોદ કામ કરી રહ્યા નું જોવા મળી રહ્યું છે જયારે આ ગેર કાયદેસર રેતી ખનન અંગે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆત પણ કરવાં છતા તંત્ર જાણે કોઈ પગલાં ભરવા તૈયાર નાં હોઈ તેમ જોવા મળી રહ્યું છે ત્યારે આ વિસ્તાર માં એવુ પણ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે કે આ રેતી ખનન પાછળ સ્થાનિક કોઈ મોટા નેતાનો હાથ હોવા થી આ ગેરકાયદેસ રેતી ખનન કરનાર લોકો નજીક નાં ગ્રામજનો ને પણ ધમકાવતા હોવાનું કહેવાઈ રહ્યું છે જયારે આ રેતી ખનન દેવગઢ બારીઆ નગર નાં કેટલાક લોકો દ્વારા થઈ રહ્યું હોઈ જેથી તંત્ર કોઈ પગલાં ના લેતું હોવાંનું કહેવાય છે જો આ રેતી ખનન અંગે ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવે તો સફેદ રેતીનો કાળો કારોબાર મોટા પાયે ઝડપાઇ તેમ છે ત્યારે આ રેતી ખનન ને લઇ તંત્ર યોગ્ય પગલાં ભરશે ખરું ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!