શહેરમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ:7થી 8વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા દવાખાને ખસેડાયા

Editor Dahod Live
1 Min Read

દાહોદ ડેસ્ક તા. 02

દાહોદ
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ચાની લારી પર ગાડી પાર્ક કરવા બાબતે છોકરાઓ વચ્ચે બોલાચાલી થતા તેના સમાધાન કરવા ભેગા થયેલા બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.ત્યારબાદ બન્ને જૂથો વચ્ચે બોલાચાલી દરમિયાન મારક  હથિયારો સાથે મારામારી થતા બન્ને જૂથના  7 થી 8 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવારઅર્થે શહેરના જુદા જુદા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં 2 વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવારઅર્થે વડોદરા ખાતે મોકલી દેવામાં આવ્યા હતા ત્યારે ઉપરોક્ત બનાવની જાણ વાયુવેગે શહેરમાં પ્રસરતા શહેરના ખાનગી ખાતે લોકોના ટોળેટોળાં ઉમટી પાડ્યા હતા,જોકે ઉપરોક્ત બનાવની જાણ દાહોદ શહેર પોલીસને થતા ટાઉન પી. આઈ. વી.પી.પટેલ તેમજ તેમનો પોલીસ સ્ટાફ તાબડતોડ  ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબુમાં લઇ લીધી હતી હાલ સમાચાર લખાય છે ત્યારે ઉપરોક્ત બનાવ સંદર્ભે દાહોદ શહેર પોલીસે ઘટના સંબંધી બન્ને પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Share This Article