
રાજેશ વસાવે :- દાહોદ
ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સ્વાતંત્ર્ય પવૅની ઉજવણી અંતર્ગત આદિવાસી પરિવાર દ્વારા માજી સૈનિકોનુ સન્માન કરાયું
દાહોદ તા.15
આઝાદીના ૭૫ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા દાહોદ છાપરી સ્થિત કોલેજ ગ્રાઉન્ડમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન અને જીલ્લા ભાજપ મહામંત્રી કનૈયાલાલ કીશોરી .જીલ્લા પંચાયત દાહોદ ના ઉપ પ્રમુખ સરતનભાઈ ચોહાણ.સામાજિક આગેવાન અને રોટરી પ્રમુખ નરેશ
ચાવડા .જીલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન ઝીતરાભાઈ ડામોર. આદિવાસી સમાજ ના આગેવાન રાજેષ ભાભોર દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખચચર મહૅષિ ટ્રસ્ટ ના પ્રમુખ રીતેશ ભાટિયા તેમજ સામાજિક મહાનુભાવો ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામા આવી હતી
આ અવસર પર ગુજરાત માજી સૈનિક સંગઠન ના પ્રમુખ શ્રી શંકરભાઈ વહોનીયા એ ઉપસ્થિત મહાનુભાવો નુ સ્વાગત અને સંગઠન દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરી નો અહેવાલ આપવામાં આવ્યો હતો.માજી સૈનિક સંગઠન દ્વારા પોલીસ દળ તથા દેશ ની સેવા માટે આરમી જોડાય તે માટે તથા સ્પર્ધાત્મક પરિક્ષા ની તૈયારી માટે ૭૦૦ જેટલા યુવાન યુવતી ઓ ને વિના મુલ્યે દાહોદ જિલ્લાના સૈનિકો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે.
તાલીમ આપી રહેલા દાહોદ જિલ્લાના માજી સૈનિકો તથા તાલીમ લઈ રહેલા યુવાનો યુવતી ઓ ને સામાજિક કલ્યાણ ક્ષેત્રે કાયૅ કરતી આદિવાસી યુવા સાસ્કૃતિક ટ્રસ્ટ દાહોદ તથા આદિવાસી પરિવાર દ્વારા “ઉત્કૃષ્ટ સેવા સન્માન”દારા સન્માન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત કરાટે કલાસ ના સંચાલક રાકેશ ભાટિયા દ્વારા તાલીમ આપવામાં આવેલ તાલીમાર્થી દ્વારા વિવિધ પ્રકારના કાયૅક્રમ દ્વારા સંટટ રજુ કરવામાં આવ્યા હતા. જોકે ઉપસ્થિત જન મેદની એ આ કાયૅક્રમ ને નિહાળી મત્રમુગ્દ થઈ હતી.આ