Saturday, 12/07/2025
Dark Mode

લીમખેડા તાલુકાના પાણીયા ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 8 ખેલીઓને પોલીસે દસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલ હવાલે કર્યા 

August 14, 2021
        1610
લીમખેડા તાલુકાના પાણીયા ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 8 ખેલીઓને પોલીસે દસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલ હવાલે કર્યા 

જીગ્નેશ બારીયા /રાજેશ વસાવે :- દાહોદ

લીમખેડા તાલુકાના પાણીયા ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 8 ખેલીઓને પોલીસે દસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલ હવાલે કર્યા 

 જુગારધામ પર પોલીસની એન્ટ્રીથી નાસભાગના દ્રશ્યો સર્જાયા 

દાહોદ તા.૧૪

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાણીયા ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમી રહેલ ૦૮ જેટલા જુગારીઓને ઝડપી પાડતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં પરંતુ પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ આઠેય જુગારીઓને ઝડપી પાડી દાવ પરથી રોકડા રૂપીયા ૧૦,૨૬૦ તેમજ પત્તા પાના કબજે કર્યાંનું જાણવા મળે છે.

લીમખેડા તાલુકાના પાણીયા ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 8 ખેલીઓને પોલીસે દસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલ હવાલે કર્યા 

#Paid pramotion 

લીમખેડા તાલુકાના પાણીયા ગામમાં શ્રાવણીયો જુગાર રમતા 8 ખેલીઓને પોલીસે દસ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી જેલ હવાલે કર્યા 

ગત તા.૧૩.૦૮.૨૦૨૧ના રોજ લીમખેડા તાલુકાના પાણીયા ગામે બસ સ્ટેશન નજીક જાહેર ખુલ્લી જગ્યામાં ભુપેન્દ્રભાઈ સુરપાળભાઈ પટેલ, જશુભાઈ સુરજભાઈ બારીઆ, મોહનભાઈ સુરસીંગભાઈ બારીયા,મીતેશભાઈ સુરપાળભાઈ ચૌહાણ,સુરેશભાઈ વાઘાભાઈ પટેલ,અર્જુનભાઈ સુરેશભાઈ બારીઆ,જશવંતભાઈ બાબુભાઈ પટેલ અને ચંન્દ્રસીંગ બાબુભાઈ બારીઆ (તમામ રહે. પાણીયા, તળાવ ફળિયું) નાઓ પત્તા પાના વડે પૈસા વડે હારજીતનો જુગાર રમતા હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઓચિંતો છાપો મારતાં ઉપરોક્ત જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી પરંતુ પોલીસે આઠેય જણાને ચારેય તરફથી ઘેરી લઈ ઝડપી પાડ્યાં હતાં. પોલીસે દાવ પરથી રોકડા રૂપીયા ૧૦,૨૬૦ અને પત્તા પાના કબજે લઈ ઉપરોક્ત આઠેય જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!