
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ:રબારી ભરવાડ અને ચારણ જાતિને એસટીની યાદીમાંથી કમી કરવા ગરબાડા ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના ૧૩૩ – ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતો એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યાં અનુસાર, રબારી, ભરવાડ અને ચારણ જાતિને એસ.ટી.ની યાદીમાંથી કમી કરવા અનુસુચિત જનજાતિ આયોગને દરખાસ્ત મોકલવા રજુઆત કરવામાં આવી છે.
#Paid pramotion
Contact us :- sunrise public school
૧૩૩ ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિતમાં પત્ર લખી જણાવ્યું છે કે, સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ અને સરકાર સાથે તા.ર૦.ર.ર૦ર૦ના રોજ સમાધાન થયેલ. તે પૈકીનો મુખ્ય મુદ્દો રબારી, ભરવાડ અને ચારણ જાતિને આદિવાસીની યાદીમાંથી રદ કરવા અનુસુચિત જનજાતિ આયોગને દરખાસ્ત કરવાનો હતો. રબારી, ભરવાડ અને
ચારણ જાતિમાં આદિવાસીના લક્ષણો નથી, બક્ષીપંચના લક્ષણો છે. એક જ કોમ્યુનિટી બે જાતિમા ન હોઈ શકે. બે જાતિના પ્રમાણપત્રો મેળવી ડબલ લાભ ન લઈ શકે. આ કારણોસર આદિવાસી બચાવ સમિતિ સાથે સરકાર સંમત થઈ હતી. અમારા જાણવા અનુસાર આ અંગેની ફાઈલ છ માસથી આપ સમક્ષ રજુ થયેલ છે. જે કોઈ ર્નિણય થયા વિના પડતર રહેલ છે. સમાધાન થયા અનુસાર એક માસમા દરખાસ્ત કરવાની હતી, જેને ૧૬ માસ જેટલો સમય પસાર થયો હોવા છતા અનુસુચિત જનજાતિ આયોગને દરખાસ્ત મોકલવામાં આવી નથી. સમગ્ર આદિવાસી સમાજ આ બાબતથી નારાજ છે, કારણ કે સાચા આદિવાસીને જરૂરી લાભો મળતા નથી.
—————————-