દાહોદ જિલ્લામાં બાઈક ચોરો બેફામ બન્યા…લીમડી નજીક ઝાલોદ બાયપાસ પાસેથી બાઇક ચોરોએ બાઈકની ઉઠાંતરી કરી: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ.. દાહોદ તા.૦૩

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં બાઈક ચોરો બેફામ બન્યા…

લીમડી નગરના ઝાલોદ બાયપાસ પાસેથી બાઇક ચોરોએ બાઈકની ઉઠાંતરી કરી: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ..

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લામાં મોટરસાઈકલ ચોરોના આતંક વધી રહ્યો હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. ઝાલોદ તાલુકાના લીમડી નગર ઝાલોદ બાયપાસ રોડ પર પાર્ક કરેલ એક મોટરસાઈકલની ઉઠાંતરી કરતાં મોટરસાઈકલ ચોર ટોળકી નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં આવા વાહન ચોર ટોળકી સામે વાહન માલિકોમાં આક્રોશ ફેલાયો છે ત્યારે જાણે આવા વાહન ચોરી ટોળકી પોલીસને ખુલ્લો પડકાર ફેંકતાં હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે.

દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકી સક્રિય થઈ રહી છે. ગત તા.૦૧.૦૬.૨૦૨૧ના રોજ ઝાલોદના લીમડી ઝાલોદ બાયપાસ રોડ ઉપર ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ એક વ્યક્તિની મોટરસાઈકલને અજાણ્યા ત્રણેક જેટલા વાહન ચોરી ટોળકી દ્વારા મોટરસાઈકલની ચોરી કરતાં નજીકના સીસીટીવ કેમેરામાં કેદ થઈ ગયાં હતાં. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કહેવાઈ રહ્યું છે કે, વરસાદ ખેંચાતાં દાહોદ જિલ્લામાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે આવી વાહન ચોર ટોળકી પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકતી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. વાહન માલિકોમાં પણ ચોર ટોળકી પ્રત્યે રોષ ભભુકી રહ્યો છે ત્યારે જિલ્લાના પોલીસ તંત્ર સીસીટીવી કેમેરામાં કેદ થઈ રહેલી આવી ચોર ટોળકીને ઝડપી કેમ નથી પાડવામાં આવતી નથી? તેવા અનેક સવાલો પણ જિલ્લાવાસીઓમાં ઉદ્‌ભવવા પામ્યાં છે. વાહન ચોર ટોળકી સામે જિલ્લા પોલીસ તંત્ર સફાળે જાગી આવા તત્વોને ઝડપી પાડે તેવી લાગણી અને માંગણી પણ જિલ્લાવાસીઓમાં ઉઠવા પામી છે ત્યારે આ ઘટનાને પગલે પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થવા માંડ્યાં છે.

 

—————————–

Share This Article