
રાજેન્દ્ર શર્મા દાહોદ લાઈવ ડેસ્ક…
દાહોદના લક્ષ્મી પાર્ક મેઈન રોડ પર કોન્ટ્રાક્ટર, બિલ્ડર તેમજ દલાલ દ્વારા કરવામાં આવી રહેલ બાંધકામના વિરોધમાં આસપાસના સ્થાનિક રહીશોએ કલેકટરશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું
દાહોદ તા.30
દાહોદ શહેરમાં આવેલ હાડકા મિલ રોડ અને લક્ષ્મી પાર્ક રોડ મેઈન રસ્તા તરફ કોન્ટ્રાક્ટર, બિલ્ડર દ્વારા અને દલાલ દ્વારા કન્ટ્રકશન નું કામ કરાતા આજુબાજુના રહીશો તેમજ જાહેર જનતાને તકલીફ પડતી હોય જે સંદર્ભે સ્થાનિકો દ્વારા દાહોદ જિલ્લા કલેકટર.મામલતદાર.TDO. અને રુલર પોલિસને લેખિત જાણ કરાઈ
દાહોદ શહેરમાં આવેલ હાડકા મિલ રોડ અને લક્ષ્મી પાર્ક રોડ મેન રસ્તો જાય છે જ્યાં આકાશદીપ સોસાયટી, લક્ષ્મી પાર્ક સોસાયટીમાં કન્ટ્રક્શનનું કામ શરૂ કરવામાં આવેલ છે જેના કારણે આસપાસના રહીશો તેમજ જાહેર જનતાને તકલીફ પડતી હોય તેમજ રેવન્યુ સર્વે નંબર 23 માં દુકાનો બનાવવા માટે પાયા ખોદવાનું કામકાજ ચાલુ કરેલ છે જે જાહેર જનતાને અવરજવર માટે અડચણરૂપ બને છે તેમજ રસ્તાને પણ અડચણરૂપ બનતા હોય તેમજ હાલમાં જે જગ્યા પર બાંધકામ થાય તો જો કોઈ બીમાર હોય 108 ગાડી એ રસ્તા ઉપરથી નીકળી શકે નહીં તેવી જ રીતે જો કોઈ આગની ઘટના પણ બને તો ત્યાં ફાયર સેફટીની ગાડી પણ નીકળી શકે તેમ નથી. દાહોદ થી કાળીડેમ ચોસાલા રોડને મળતો મુખ્ય રોડ હોય ભવિષ્યમાં પણ અડચણરૂપ થાય તેમ છે જેથી અહીંના સ્થાનિક રહીશો દ્વારા દાહોદ જિલ્લા કલેકટર સહિત જિલ્લા તેમજ તાલુકા ના સંલગ્ન અધિકારીઓ અને લેખિત રજૂઆત કરી આ મામલાનો યોગ્ય નિકાલ લાવવા રજૂઆત કરવામાં આવી છે.