અયોધ્યા રામમંદિરના દેશની સર્વોચ્ચ અદાલતના ઐતિહાસિક ચુકાદાને નિહાળવા લોકો ટીવી સામે ગોઠવાયા, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસતંત્ર દ્વારા ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ફ્લેગમાર્ચ યોજી, સોશ્યલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ વહેતી ન થાય અને શાંતિ જળવાય તે માટે લોકો દ્વારા અપીલ કરાઈ, વ્હૉટ્સ અપ ગ્રુપોમાં કોઈ ટીખળ ન થાય તે માટે કેટલાક ગ્રુપ એડમીનોએ પણ ગ્રુપ ચેટ ને એડમીન મોડમાં નાખી દીધા, વહીવટી તંત્ર દ્વારા શહેર સહિત જિલ્લાની તમામ ગતિવિધિઓ પર બાજનજર રાખતા શાંતિનો માહોલ
દાહોદ ડેસ્ક તા.૦૮
અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ દાહોદ શહેરમાં લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. લોકોએ એકબીજાને મોંહ મીઠુ કરાવી શુભેચ્છા પાઠવી હતી ત્યારે બીજી તરફ ચુકાદા સંદર્ભે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.