Friday, 18/10/2024
Dark Mode

સમલાયા-પીલોલ વચ્ચે ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડી: કેટલીક ટ્રેનો રદ થતા મુસાફરો અટવાયા

સમલાયા-પીલોલ વચ્ચે ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડી: કેટલીક ટ્રેનો રદ થતા મુસાફરો અટવાયા

સમલાયા-પીલોલ વચ્ચે ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડી: કેટલીક ટ્રેનો રદ થતા મુસાફરો અટવાયા

તા. 8 નવેમ્બર

વડોદરા નજીક સમલાયા અને પીલોલ વચ્ચે શુક્રવારે સવારે ગુડ્સ ટ્રેનના વેગન પાટા પરથી ખડી પડ્યા હતા. જેના પગલે ટ્રેન વ્યવહારને ભારે અસર પડી હતી. એક તબક્કે તો કેટલીક લોકલ ટ્રેનો તો તાત્કાલીક રદ કરવામાં આવી હતી. આ બનાવ અંગેની જાણ થતાં મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પરથી ખાસ એક્સિડન્ટ સ્પેશીયલ ટ્રેને વડોદરા રવાના કરી દેવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે ૯.૧૯ કલાકે ટ્રેનનું વેગન પાટા પરથી ખડી પડ્યા હતા. આ એગની જાણ થતા પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ટેકનીકલ ટીમને લઇને તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા. અપ લાઇન પર બનેલી ઘટના પગલે રેલ વ્યવહાર ખોરવાઇ ગયો હતો. એક્સપ્રેસ ટ્રેનોને દોડાવવા માટે ડાઉન લાઇનનો ઉપયોગ કરવામાંઆવ્યો હતો. જ્યારે ગુડ્સ ટ્રેનોને આણંદ ગોધરા વિભાગ તરફ વાળવામાં આવી હતી.
રેલવે વ્યવહારને પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે, આ ઘટનાના કારણે વડોદરાથી દાહોદ અને ગોધરા અપડાઉન કરતા મુસાફરો અટવાઇ ગયા હતા.આ બનાવના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેનો રદ્દ કરવામાં આવતા વડોદરા અને ગોધરા ખાતે રિફંડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અને રેલવે સ્ટેશનો પરના તમામ સ્ટોલ્સ સંચાલકોને ખોરાક અને પાણીનો પુરતો પુરવઠો રાખવા માટે સૂચના આપી દેવાઇ છે. વડોદરા અને ગોધરા ખાતે ખાસ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવી છે.
આજે ૮ નવેમ્બરે કઇ ટ્રેનો રદ્દ કરવામાં આવી
ગોધરા-આણંદ મેમુ ટ્રેન
આણંદ-ડાકોર મેમુ ટ્રેન
ડાકોર-આણંદ મેમુ ટ્રેન
આણંદ-ગોધરા મેમુ ટ્રેન
દાહોદ-આણંદ મેમુ ટ્રેન
આણંદ-ગાંધીનગર કેપિટલ મેમુ
દાહોદ-વડોદરા મેમુ ટ્રેન
વડોદરા-ગોધરા મેમુ ટ્રેન
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન
દાહોદ-રતલામ મેમુ ટ્રેન
રતલામ દાહોદ મેમુ ટ્રેન
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન
વડોદરા અને દાહોદ વચ્ચે આંશિક રીતે રદ્દ ટ્રેનો
વલસાડ-દાહોદ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન
દાહોદ-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન
૯ નવેમ્બરે કઇ ટ્રેનો રદ્દ કરવામાં આવી
આણંદ-ગાંધીનગર કેપીટલ મેમુ
આણંદ-દાહોદ મેમુ ટ્રેન
દાહોદ-વડોદરા મેમુ ટ્રેન

error: Content is protected !!