રાહુલ મહેતા : દે.બારીયા
દે.બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘરવખરી સહિત પુત્રી ને આપવાનું કરિયાવર બળીને ખાખ.
આકસ્મિક આગ લાગતા ઘરવખરી સહિત કરિયાવર બળીને ખાખ.
પુત્રીને આપવાનું કન્યાદાન સહિત તમામ વસ્તુ બળી જતા જાણે આભ તૂટી પડયું હોય તેમ.
રાજ્યકક્ષાના મંત્રી ને બનાવની જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા
આગજનીનો ભોગ બનનાર ઘરધણીને રાજ્યકક્ષાના મંત્રીએ 10,000 ની આર્થિક સહાય આપી.
દાહોદ તા.23
આગની ઘટનામાં લગ્નમાં આપવાનો કરિયાવર બળીને ખાખ થયાના દ્રશ્યો
દે.બારિયા તાલુકાના ભથવાડા ગામે એક મકાનમાં આકસ્મિક આગ લાગતા ઘર વકરી સામાન સહિત પુત્રીને આપવા નું કરિયાવર પણ બળી ને ખાક થઈ જતાં પુત્રીના પિતા ઉપર જાણે આભ તૂટી પડયું હોય તેમ સ્થાનિક રાજ્યકક્ષાના મંત્રી પણ ઘટના સ્થળે દોડી ગયા.
પ્રાપ્ત માહિતી મુજબ દે.બારિયા તાલુકાના ભથવાડા ગામના પટેલ ફળિયામાં રહેતા અમરસિંહ ધીરુભાઈ પટેલના ઘરે સાંજના સમયે ઘરમાં એકાએક આગ લાગતાં ઘરના સભ્યો કંઈક વિચારે તે પહેલાં જ જાણે ક્ષણ ભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ઘર આગની લપેટમાં આવી જતા આસપાસના લોકો આગ હોલવવા માટે દોડી આવ્યા હતા.ત્યારે આગ બેકાબૂ બનતા બનાવની જાણ દેવગઢબારિયા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા તો જોતજોતામાં ઘરમાં રહેલ ઘરવખરી સામાન સહિત ઘરમાં એક પુત્રીના લગ્ન હોવાથી તે પુત્રી ને આપવા માટે મુકેલ કરિયાવર દર દાગીના કપડા સહિત બાઈક બળીને ખાક થઈ ગઈ હતી.
પિતાની આખી જિંદગીની ભેગી કરેલી કમાઈ આગમાં સમાઈ:પુત્રીના લગ્ન માટે ભેગો કરેલો કરિયાવર આગની લપટોમાં સ્વાહા થયું
ભથવાડાના આગના બનાવમાં પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠેલા પીડિત પરિવારની મુલાકાત લેતા મંત્રીશ્રી
ભથવાડાના અમરસિંગ ધીરુભાઈ પટેલની પુત્રીના લગ્ન હોવાથી ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી.ત્યાં જ આજરોજ આકસ્મિક ઘરમાં આગ લાગતા પુત્રીના લગ્નમાં આપવા માટે ભેગું કરેલો કરિયાવર આગની લપટોમાં બળીને સ્વાહા થઇ જતા એક પલમાં જાણે પિતાની જિંદગીભરની કમાણી એક જ પળમાં બળીને ખાખ થઇ જતા.આ પરિવાર ઉપર જાણે આભ તૂટી પડયું હોય તેમ જોવાઈ રહ્યું છે છે ત્યારે આ બનાવ ને નરી આંખોથી જોનારા લોકોના પણ રુવાડા ઉંભા થઈ ગયા હતા.
આગના બનાવ અંગેની જાણ દે. બારીયાના ધારાસભ્ય તેમજ રાજ્યકક્ષાના મંત્રીને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા:પીડિત પરિવારને ૧૦,૦૦૦ની આર્થિક સહાય પુરી પાડી
પીડિત પરિવારને આર્થિક સહાય આપતાંની તસ્વીર
ત્યારે આ બનાવની જાણ સ્થાનિક રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ ને થતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને જોતા મકાનમાલિક અમરસિંહભાઈ પટેલના હાથમાં જાણે કઈ જ રહ્યો ના હોય તેમ દેખાઈ આવ્યું હતું અને તેમને તાત્કાલિક ૧૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય કરી હતી.