
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં હિટ-એન્ડ રન નો બનાવ:શહેરના અંજુમન દવાખાના પાસે એક ફોરવહીલ ગાડીએ ત્રણ દ્વિચક્રી વાહનોને અડફેટે લીધા:ત્રણ લોકો ઈજાગ્રસ્ત
ઘટનાના પગલે લોકોના ટોળાં એકત્ર થયાં :પોલિસ ઘટના સ્થળે પહોંચી
દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાં આજરોજ એક વર્ના ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોડની સાઈડમાં ઉભેલી એકસાથે ત્રણ એક્ટીવ અડફેટમાં લેતાં ત્રણ લોકોને શરીરે ઈજાઓ પહોંચતાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાં અંજુમન દવાખાના જવાના માર્ગ ઉપર આજરોજ સાંજના સમયે એક વર્ના ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોડની સાઈડમાં ઉભેલી ત્રણ એક્ટીવા
મોટરસાઈકલનાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી વર્ના ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી લઈ નાસી જતાં ત્રણ લોકોને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેઓને નજીકના ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં.
———————-