રાષ્ટ્રની એકતા અખંડતા અને સુરક્ષાનું સરદાર પટેલનું સ્વપ્ન હતું જેના અનુસંધાને રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, જિલ્લા પોલીસવડા હિતેશ જોઈસરની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં એકતા માર્ચ કાઢવામાં આવી હતી.
દાહોદ ડેસ્ક તા.31
૩૧મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને ગુજરાત સરકારના ગૃહ વિભાગની સુચના અને માર્ગદર્શનમાં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ,જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર તેમજ નાયબ પોલીસ અધિક્ષક કલ્પેશ ચાવડાની ઉપસ્થિતિમાં દાહોદ ખાતે એકતા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકતામાર્ચમાં 200થી વધારે પોલીસ જવાનોએ પરેડ પરીક્ષણ કરી હતી. આ એકતા માર્ચ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ તાલુકા પંચાયત કચેરી.,માણેકચોકથી, ભગિનીસમાજ,સ્વામી વિવેકાનંદ સર્કલ પહોંચી ત્યાંથી પરત ભરપોડા સર્કલથી સર્કિટ હાઉસ થઈ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એકતામાર્ચને પૂર્ણ કરવામાં આવી હતી. શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઇ રહેલ આ એકતા માર્ચમાં રાઈડર્સ, બાઈક રાઈડર્સ, હોર્સ રાઈડર્સને સામેલ કરવામાં આવ્યા હતા.ગૃહવિભાગને સૂચના અને માર્ગદર્શનમાં કાઢવામાં આવેલી માર્ચ પાસના માધ્યમથી રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષાનું સરદાર પટેલનું સ્વપ્ન હતું તેના અનુસંધાને આજરોજ માસ પાસનું આયોજન કરવામાં આવ્યું હતું.