Friday, 22/11/2024
Dark Mode

ફતેપુરાના સુખસરના એક મકાનમાં આગ લાગતાં ગાય દાઝી..

ફતેપુરાના સુખસરના એક મકાનમાં આગ લાગતાં ગાય દાઝી..

 બાબુ સોલંકી સુખસર

સુખસરમાં અકસ્માતે આગ લાગતા ગાય દાઝી:પ્રજાપતિ વાસ ધર્મેન્દ્ર પંચાલ ના મકાન પાસે અકસ્માતે આગ લાગી, આસપાસમાંથી લોકોએ દોડી આવી આગ બુઝાવતા મકાનનો બચાવ.

(પ્રતિનિધિ) સુખસર,તા.૮

     ફતેપુરા તાલુકામાં અકસ્માતે આગ લાગવાના બનાવો બની રહ્યા છે.જેમાં આજરોજ સુખસર ખાતે આવેલ પ્રજાપતિ વાસમાં એક મકાનના વાડામાં અકસ્માતે આગ લાગતા વાડામાં બાંધેલ ગાયને આગની જ્વાળા લાગતાં દાઝી હતી.

તાત્કાલિક પશુ સારવાર કેન્દ્ર માંથી કર્મચારીએ આવી ગાયની સારવાર કરી હતી નજીકમાં આવેલ મકાન ને આગે લપેટમાં લેતા પહેલા આસપાસમાંથી લોકોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગને બુઝાવતા મકાન બળતા બચી જવા પામેલ છે. તેમજ કોઇ જાનહાની થવા પામેલ નથી.

      પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ પ્રજાપતિ ફળિયામાં ભુપતભાઈ પંચાલની વેલ્ડીંગની દુકાન તથા ધર્મેન્દ્રભાઈ પંચાલના રહેણાંક મકાનની પાછળ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં અકસ્માતે આગ લાગી હતી. જેમાં ધર્મેન્દ્રભાઈ પંચાલના મકાન પાછળ આવેલ વાડામાં ધુમાડા ના ગોટા નીકળવા લાગ્યા હતા.જેથી આસપાસમાં રહેતા લોકોએ અગનજ્વાળા જોતા અફરાતફરી મચી જવા પામી હતી.જ્યારે આગને બુઝાવવા આસપાસથી પાણી લાવી પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી.પરંતુ ધર્મેન્દ્રભાઈ પંચાલ ના મકાન પાછળ આવેલ વાડામાં ગાયો બાંધેલી હતી.જેમાં એક ગાયને અગનજ્વાળાએ લપેટમાં લેતા મોઢા ઉપર તથા પગ અને શરીરે દાઝી જવા પામી હતી.જેથી તાત્કાલિક સુખસર પશુ સારવાર કેન્દ્ર માંથી કર્મચારીને બોલાવી સારવાર કરાવવામાં આવી હતી.જ્યારે મકાન માલિક તથા ઘરના સભ્યો આસપાસમાં ગયેલા હતા.જો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો ધર્મેન્દ્રભાઈ પંચાલનું કાચું મકાન સળગી ગયું હોત તથા ગાયો પણ આગનો ભોગ બની હોત.પરંતુ સદનસીબે સમયસર આગની જવાળાઓ નજરે પડતા આસપાસમાંથી લોકોએ દોડી આવી આગ બુઝાવતા મોટી જાનહાની થતાં બચી જવા પામેલ છે.

error: Content is protected !!