Friday, 22/11/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં રોકેટગતીનો વધારો:આજે સાગમટે 35 નવા કેસોના ધડાકા સાથે ખળભળાટ: દાહોદ જિલ્લામાં એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં રેકોર્ડ 204 કેસો નોંધાયા:એકલા દાહોદ શહેરમાં 93 નવા કેસો ઉમેરાયા 

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં રોકેટગતીનો વધારો:આજે સાગમટે 35 નવા કેસોના ધડાકા સાથે ખળભળાટ: દાહોદ જિલ્લામાં એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં રેકોર્ડ 204 કેસો નોંધાયા:એકલા દાહોદ શહેરમાં 93 નવા કેસો ઉમેરાયા 

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણમાં રોકેટગતીનો વધારો:આજે સાગમટે 35 નવા કેસોના ધડાકા સાથે ખળભળાટ:
  • દાહોદ જિલ્લામાં એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં રેકોર્ડ 204 કેસો નોંધાયા:એકલા દાહોદ શહેરમાં 93 નવા કેસો ઉમેરાયા 
  • આજે નોંધાયેલા કોરોનાના કેસોમાં સૌથી વધુ દાહોદ શહેરમાં 15 નવા કેસો નોંધાયા 
  • વીતેલા ચોવીસ કલાકમાં 5 થી 6 લોકો કોરોનામાં મૃત્યુ પામ્યાના અહેવાલોની ચર્ચાઓ 

દાહોદ તા.૦૭

દાહોદ જિલ્લામાં આજે કોરોના સંક્રમણ કેસનો રાફડો ફાટ્યો છે. આજે એકજ દિવસમાં ૩૫ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર સમેત જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દિન પ્રતિદિન વધતાં કેસોને લઈ ચિંતાનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન વિગેરે સ્થળોએ આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝરની પુરજાેશમાં કામગીરીનો પણ આરંભ કરી દીધો છે. આજે વધું ૦૩ દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં પરિવારમાં માતમ છવાયો હતો.

આજે આર.ટી.પી.સી.આર.ના ૧૪૧૮ પૈકી ૩૦ અને રેપીટ ટેસ્ટના ૧૪૯૨ પૈકી ૦૨ મળી આજે એકસાથે ૩૫ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થયો છે. આ ૩૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૫ કેસો સામે આવ્યાં છે જ્યારે દાહોદ ગ્રામ્યમાંથી ૦૩, ઝાલોદ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૨, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૩ અને ફતેપુરમાંથી ૦૫ કેસનો સમાવેશ થાય છે. વધતાં કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે ૧૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે બીજી તરફ એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૨૨૨ ને પાર થઈ ચુક્યો છે.

—————————————-

error: Content is protected !!