દાહોદમાં એક પરણિત મહિલાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળી કરી ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું:સાસરીયાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૩૧

 દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગતરોજ એક પરણિતાએ પોતાના પતિ તેમજ સાસરીયાઓના ત્રાસથી ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે મૃતક મહિલાની લાશ નીચે ઉતારી નજીકના દવાખાને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી ત્યારે આ આત્મહત્યા પાછળ અનેક તર્ક વિતર્કાે પણ જન્મ લીધો છે.

 દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે સાંસીવાડમાં રહેતી રોશનીબેન સાવનભાઈ સાંસીને તેના પતિ સાવનભાઈ રાકેશભાઈ સાંસી સાસરી પક્ષના રાકેશભાઈ શંકરભાઈ સાંસી, મનીષાબેન રાકેશબાઈ સાંસી, ધીરજભાઈ રાકેશભાઈ સાંસી, અશોકભાઈ શંકરભાઈ સાંસી અને ભોલો અશોકભાઈ સાંસી નાઓ રોશનીબેન સાથે અવાર નવાર ઝઘડો, તકરાર શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતા અવાજ અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા રોશનીબેને મરી જવા માટે પતિ તથા સાસરીયાઓએ દુષ્પ્રેરણા કરતાં રોશનીબેને ગત તા.૨૯મી માર્ચના રોજ પોતાની સાસરીમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતાં આ સંબંધે રોશનીબેનના કાકા રાજેશભાઈ બાબુભાઈ સીસોદીયા (રહે. દેલસર, પણદા ફળિયુ, તા.જિ. દાહોદ) નાએ ઉપરોક્ત રોશનીબેનના પતિ તથા સાસરી પક્ષાના લોકો વિરૂધ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

——————————————-

Share This Article