Friday, 14/03/2025
Dark Mode

ગરબાડા CHC માં મેડિકલ ઓફિસરના ઘરમાં ચોરીનો પ્રયાસ: પોલીસ તપાસમાં જોતરાઈ

ગરબાડા CHC માં મેડિકલ ઓફિસરના ઘરમાં ચોરીનો પ્રયાસ: પોલીસ તપાસમાં જોતરાઈ

 વનરાજ ભુરીયા :- ગરબાડા 

ગરબાડા નવાફળીયા ખાતે CHC માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.આર. કે.મહેતા ના ગરબાડા ખાતેના નિવાસસ્થાને ચોરી ના પ્રયાસની ઘટના બની છે.

પ્રાપ્ત વિગત અનુસાર ડો.આર.કે.મહેતા તા. ૨૯ માર્ચ ના. રોજ સવારે આઠ વાગ્યે તેમનું ઘર બંધ કરીને નવાફળિયા CHC ઉપર ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે તેમના ઘરમાં પાછળની બારી ખોલીને ઘરમાં પ્રવેશી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

બપોરના સમયે ડો. આર.કે.મહેતા ઘરે પરત આવતા ત્યાં તેમને તેમના ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ડો.મહેતાને તેમના ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હોવાનું જણાઇ આવતાં ડો.આર.કે.મહેતા એ આ ચોરીના પ્રયાસની ઘટના સંદર્ભે તાત્કાલિક ગરબાડા પોલીસને જાણ કર્યું હોવાનું જાણવા મળેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.આર.કે.મહેતા ના ગરબાડા ખાતેના નિવાસસ્થાને અગાઉ પણ ચોરીની ઘટના બની ચૂકી છે જેમાં રૂપિયા ૧૨,૫૦૦/- રોકડા અને ૧૦૦ ગ્રામ ચાંદીના પાયલ ની ચોરી થઈ હતી.ત્યારે તા.૨૯ માર્ચ ના રોજ ફરીથી ચોરીની પ્રયાસ થયો હતો.

error: Content is protected !!