જંગલમાં ઝાડ પર ગળેફાંસો ખાદેલી હાલતમાં યુવતીની લાશ મળી આવતા ચકચાર:હત્યા કે આત્મહત્યા? પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
2 Min Read

મઝહર અલી મકરાણી@દે.બારીઆ/જીગ્નેશ બારીઆ @ દાહોદ  

દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ગામના જંગલમાં એક ૧૯ વર્ષની યુવતીની ઝાડ પર લટકતી લાશ મળી આવતા અનેક શંકા-કુશંકા,ભથવાડા ગામના ડાયરા ફળિયા નજીક આવેલા જંગલમાં સગીરાની ઝાડ પર લટકતી લાશ મળી આવી, સ્થાનિક ગ્રામજનોએ સોશ્યલ મીડિયા પર ફોટો વાયરલ થતાં સ્થાનિક પોલીસ હરકતમાં આવી,મોરવા તાલુકાની ૧૯ વર્ષની યુવતી હોવાનું બહાર આવ્યું.

દે.બારીઆ/દાહોદ તા:- 31
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ ભથવાડા ગામના ડાયરા ફળિયા નજીકમાં આવેલ જંગલમાં એક ઝાડ ઉપર ઓઢણી થી ફાસો ખાદેલી હાલતમાં એક યુવતીની લાશ લટકતી જોઈ. સ્થાનિક ગ્રામજનોએ ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા આ બનાવ અંગેની જાણ સ્થાનિક પોલીસને થતાં મોડી સાંજે પોલીસ ઘટના સ્થળે પહોંચી. તપાસ હાથ ધરતા સ્થાનિક લોકો દ્વારા તેમજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા ફોટાના આધારે યુવતી પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકાની વાડીમાતરિયા ગામની બહાર આવતા પોલીસે તેના પરિવારજનો નો સંપર્ક કરી તેના પરિવારજનોને આ બનાવ અંગેની જાણ કરતા યુવતીના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ યુવતીની ઓળખ છતી થતાં પોલીસે તેના પરિવારજનોને પૂછતા યુવતી બે દિવસ અગાઉ અસ્થિર મગજ થઈ હોવાનું પરિવારજનોએ જણાવ્યું અને તા .૨૮/૦૧/૨૦૨૦ ના રોજ ઘરે થી ચાલી ગયેલ અને બે દિવસથી તેની શોધખોળ કરતા હતા. જ્યારે આ બનાવની જાણ થતા અમો આવેલ હોય જેથી દેવગઢબારીઆ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

—————————————–

Share This Article