Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડા:ભીલવાના કોરોના સંક્રમિત યુવકના સંપર્કમાં આવેલા પીએસઆઈ સહીત 4 પોલિસ કર્મીના કોરોનટાઇનનો સમયગાળો પૂર્ણ થતાં પુનઃ ફરજ પર થયા હાજર

ગરબાડા:ભીલવાના કોરોના સંક્રમિત યુવકના સંપર્કમાં આવેલા પીએસઆઈ સહીત 4 પોલિસ કર્મીના કોરોનટાઇનનો સમયગાળો પૂર્ણ થતાં પુનઃ ફરજ પર થયા હાજર

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.30

કોરોના પોઝીટીવ યુવકની બાઇક ડિટેઇન કરતા ૧૪ દિવસ માટે હોમ ક્વોરોન્ટાઈન થયેલ ગરબાડા પીએસઆઈ તથા બીજા ત્રણ પોલીસ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા આ તમામ પોલીસ કર્મીઓ આજરોજ ડ્યુટી ઉપર પુનઃ હાજર થયા . ગરબાડા તાલુકાના ભીલવા ગામનો એક યુવક તા . ૧૨ / ૦૪ / ૨૦૨૦ ના રોજ તેના મિત્ર સાથે બાઇક પર ફરવા નીકળ્યો હતો તે સમયે ગરબાડા પીએસઆઇ પી . કે . જાદવ સહિતના સ્ટાફે ગરબાડાના આઝાદ ચોક વિસ્તારમાંથી સદર યુવકની બાઇક ડિટેઇન કરી હતી . આ બાઇક યુવકનો મિત્ર ચલાવતો હતો . બે દિવસ બાદ એટલે કે તારીખ . ૧૪ / ૦૪ / ૨૦૨૦ ના રોજ ભીલવા ગામનો આ યુવક કોરોના પોઝીટીવ હોવાનું ડિટેક્ટ થતા પીએસઆઇ પી . કે . જાદવ સહિતના સ્ટાફે આ કોરોના પોઝિટિવ યુવકની બાઈક ડિટેઈન કરી હોવાથી પીએસઆઇ પી . કે . જાદવ તથા ડ્રા . આ . પો . કો . અરવિંદભાઈ ચુનીયાભાઇ બારિયા તથા પો . કો . પ્રવીણભાઈ કાનાભાઈ ગઢવી તથા તાલીમાર્થી ચિરાગકુમાર મોહનસિંહ રાઠોડ તકેદારીના ભાગરૂપે તારીખ . ૧૪ / ૦૪ / ૨૦૨૦ ના રોજથી સેલ્ફ હોમ ક્વોરોન્ટાઇન થયેલ હતા . ગરબાડા પીએસઆઇ તથા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓનો હોમ ક્લોરોન્ટાઇનનો ૧૪ દિવસનો સમયગાળો પૂર્ણ થતાં તેઓનું મેડિકલ ચેકઅપ કરાવતા આ તમામના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા ગરબાડા પીએસઆઇ પી . કે . જાદવ સહિત બીજા ત્રણ પોલીસ કર્મીઓ આજરોજ તેમની ડ્યુટી ઉપર પુનઃ હાજર થયા છે . આ વેળાએ ડી . વાય . એસ . પી . પરેશ સોલંકી સાહેબે પીએસઆઇ પી . કે . જાદવ સહિત બીજા ત્રણ પોલીસ કર્મીઓને ફૂલોના ગુલદાસ્તા આપી શુભેચ્છા પાઠવી હતી .

error: Content is protected !!