Saturday, 12/07/2025
Dark Mode

ગરબાડાના બાવકા પાસે જંગલમાં બકરાં ચરાવતા કિશોર પર દીપડાનો હુમલો

ગરબાડાના બાવકા પાસે જંગલમાં બકરાં ચરાવતા કિશોર પર દીપડાનો હુમલો

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.30

ગરબાડા તાલુકાના બાવકા પાસે જંગલમાં બકરા ચરાવવા ગયેલા 16 વર્ષીય કિશોર પર દીપડાએ હુમલો કરી લોહીલુહાણ કરી મુકતા ઈજાગસ્ત કિશોરને સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના બાવકા નજીક નાની નાટ ગામના મુલકા ફળીયાના રહેવાસી શૈલેષભાઇ પરમારનો 16 વર્ષીય પુત્ર રાહુલ આજરોજ સાંજના સુમારે જંગલમાં બકરા ચરાવી રહ્યો હતો. તે વેળાએ આવી ચડેલા દીપડાએ રાહુલ પર હુમલો કરતા લોહીલુહાણ અવસ્થામાં રાહુલ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો.રાહુલની ચીસાચીસ થી દોડી આવેલા ગ્રામજનોને જોઈ દીપડો જંગલમાં ભાગી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત રાહુલને 108 મારફતે સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

error: Content is protected !!