Saturday, 23/11/2024
Dark Mode

દાહોદમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં વધુ ત્રણ દુકાનોને સીલ મારતું નગરપાલિકા તંત્ર

દાહોદમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં વધુ ત્રણ દુકાનોને સીલ મારતું નગરપાલિકા તંત્ર

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૮

દાહોદ શહેરમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં વધુ ત્રણ દુકાનોને આજરોજ પાલિકા તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે.જેમાં એક સલુનની દુકાન અને બીજી એક રેડીમેડ હોઝીયરીની દુકાન અને ત્રીજી ગુરૂનાનક બેકરીનો સમાવેશ થયા છે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વેપારીઓ દ્વારા લોકડાઉનનું ઉલ્લઘંન કરતાં પાલિકા તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે લાલઆંખ કરી કાર્યવાહીનો દોર શરૂ કર્યાે છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાન સિવાય તમામ વેપાર પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કર્યા બાદ પણ કેટલાક બીન આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓ દ્વારા છડેચોક જાહેરનામાનો ભંગ કરી દુકાનો ખોલવામાં આવી રહી છે. આવા સમયે દાહોદ શહેરમાં વધુ ત્રણ દુકાનો પાલિકા તંત્ર દ્વારા સીલ કરી દેવાતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે આવેલ એક પેરેડાઈઝ સલુનની દુકાન, આજ વિસ્તારમાં આવેલ બીજી એક શગુન રેડીમેટ, હોઝીયરી, ઝેરોક્ષ સેન્ટર અને ત્રીજી ગુરૂનાનાક બેકરીના માલિકો લોકડાઉન દરમ્યાન પોતાનો રોજગાર ધંધો ચાલુ રાખ્યા હોવાની મળતી બાતમીના આધારે પાલિકા તંત્રના ધામા આ ત્રણેય દુકાનો ખાતે પહોંચ્યા હતા અને જ્યા જરૂરીય કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત બંન્ને દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!