Wednesday, 05/02/2025
Dark Mode

દે.બારિયામાં અપુરતા સાધનોથી મેડિકલ ચેકઅપની મજાક ઉડાવાય છે..

દે.બારિયામાં અપુરતા સાધનોથી મેડિકલ ચેકઅપની મજાક ઉડાવાય છે..

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારીયા તાલુકામાં આવેલું આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ નામે લોકો સાથે જાણે થતી મજાક,ઠેરઠેર આરોગ્ય ટીમ દ્વારા બહારથી આવતા લોકો નું મેડીકલ ચેકઅપ કરવા તંત્ર પાસે કોઈ મશીનરી નથી, આ અંગે જાણકારી લઇ જવા દેવાય છે ત્યારે આ કેવું મેડિકલ ચેકઅપ? 

દે.બારીયા તા.28

દેવગઢ બારીયા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ચાલતો મેડિકલ ચેકઅપએ જાણે લોકો સાથે મજાક કરતો હોય તેમ
દેશમાં કોરોના વાઈરસને લઈને મહામારી ઊભી થવા પામી છે.ત્યારે આરોગ્યતંત્ર પણ ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યું છે હાલમાં ગુજરાત રાજ્યમાં પણ એક પછી એક કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે.જેના કારણે દાહોદ જિલ્લામાંથી અનેક લોકો રાજ્યમાં કામ અર્થે ગયેલા હતા.તેવા લોકો ને ૨૧ દિવસના લોક ડાઉનને લઇ પર માદર વતન ફરી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા આ બહારગામથી આવતા લોકો મેડીકલ ચેકઅપ કરીને તેઓને પોતાના ઘરે જવા દેવામાં આવે છે.ત્યારે આ બહારથી આવેલા લોકોને મેડિકલ ટીમ દ્વારા ખાલી પૂછપરછ કરીને જવા દેવાઈ છે.ત્યારે સ્થાનિક રહેતા લોકોમાં પણ એવું હોઈ છે.કે બહારથી આવતા લોકોનું મેડીકલ ચેકઅપ થવું જોઇએ અને તેના કારણે આપણા વિસ્તારમાં કોરોના વાઇરસ ના પ્રવેશે તેવી તકેદારી સ્થાનિક લોકો પણ રાખી રહ્યા છે.અને લોકોનું મેડિકલ ચેકઅપ થઈને તેઓને ગામમાં પ્રવેશવા દેવાતા હોઈ તેમ દેખાઈ રહ્યું છે. આ મેડિકલ ટીમો દ્વારા ખાલી પૂછપરછ કરી જવા દેવાય છે. ત્યારે આ મેડિકલ ચેકઅપના નામે એક મજાક થતી હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે આ મેડિકલ ટીમ પાસે કોરોના વાઈરસ ની તપાસ અંગે કોઈ જ સાધન નથી તેમ જ કોઈ સ્કેનર મશીન નથી. ત્યારે આ મેડિકલ ટીમો દ્વારા લોકો સારે વિશ્વાસઘાત થઈ રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે ત્યારે આ વિસ્તારમાં ખરેખર મેડિકલ ચેકઅપ થાય તેવા સાધનો લોકોની તપાસણી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે ત્યારે આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા અધિકારીઓ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ખરું તે લોકોને જોવાનું રહ્યું ?

error: Content is protected !!