ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર ટાયરની દુકાનમાં લાગી આગ:ત્રીસ હજાર ઉપરાંત સરસામાન બળીને ખાખ:સદભાગ્યે કોઈ જાનહાની નહિ

Editor Dahod Live
1 Min Read

મઝહરઅલી મકરાણી @ દે.બારીયા 

દાહોદ જિલ્લાના બારિયા તાલુકાના અસાયાડી ગામે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પાસે નાયરની દુકાનમાં અચાનક સોટ સર્કિટ થતાં આગમાં લપેટાઈ, અકસ્માતેે લાગેલી અકસ્માતે લાગેલી આગમાં ત્રીસ ઉપરાંતનો સરસામાન  બળીને ખાખ

દે.બારીઆ તા.26

દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકાના અસાયડી ગામે ઇન્દોર-અમદાવાદ નેશનલ  હાઈવે પાસે નાયર ની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. ત્યારે દેવગઢબારિયા તાલુકાના અસાયાડી ગામે હાઈવે પાસે તા.૨૫/૪/૨૦૨૦ સાંજના ૪.૦૦ વાગેના સુમારે નાયરની દુકાનમાં વાયરીંગમાં અચાનક શોર્ટ સર્કિટ થતા દુકાનમાં આગ લાગતાંની સાથે ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને બનાવ અંગેની બારીઆ પોલીસ અને બારીઆ ફાયર ફાઇટર જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બારિયા ફાયર ફાઈટર એ આગ કાબૂમાં લીધી પરંતુ તે પહેલાં આગે તેનું કામ તમામ કરી ચૂકી હતી. અકસ્માતે લાગેલી આગમાં દુકાન માલિકને ૩૦ હજાર ઉપરાંતનો બળીને ખાખ થઇ જવા પામ્યો છે.જોકે સદભાગ્યે આ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Share This Article