Thursday, 21/11/2024
Dark Mode

દે.બારીયાના મોટીઝરીમાં ખેડૂત પર હુમલો કરી નાળામાં સંતાયેલા દીપડાએ રેસ્ક્યુ દરમિયાન વનકર્મી પર કર્યો હુમલો

દે.બારીયાના મોટીઝરીમાં ખેડૂત પર હુમલો કરી નાળામાં સંતાયેલા દીપડાએ રેસ્ક્યુ દરમિયાન વનકર્મી પર કર્યો હુમલો

મઝહરઅલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.25
દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની મોટીઝરી ગામે દીપડાએ એક ખેડૂત તથા વનવિભાગના એક કર્મચારી પર ઉપર હુમલો કરતાં ખેડૂત ગંભીર રીતે ઘાયલ હોવાની ઘટના બની હતી. નાળાની અંદર ઘૂસી જતાં ગયેલા દીપડાને પકડવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઇને વનવિભાગના કર્મચારીઓની સાથે કવાયત ચાલતી હતી તે સમયે નાળામાં બહાર નીકળીને દીપડાએ વનવિભાગના કર્મચારીને ઘાયલ કર્યો હતો.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગળી ફળિયામાં રહેતા બળવંતભાઈ મોતીભાઈ પટેલ (ઉંમર ૪૦)ના પર ફરીથી હુમલો કર્યો હતો. ખેડૂત પોતાના ખેતરમાં ઘઉં ની ખેતી કરેલી હોવાથી ખેતરમાં પાણી મુકવા ગયા હતા. જ્યાં તેઓ ખેતરમાં પાણી વાળતા હતા, ત્યારે જંગલ માંથી આવેલા એક દીપડાએ બળવંતભાઈ ઉપર અચાનક હુમલો કર્યો હતો. આ તબક્કે બળવંતભાઈ અચાનક હુમલાથી હેબતાઈ ગયા હતા. તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવતા બૂમાબૂમ કરતા દિપડો ત્યાંથી ભાગી ગયો હતો.
તે નજીકમાં રસ્તા ઉપર બનાવેલ એક નાળામા દીપડો અંદર સંતાઈ ગયો હતો. જ્યારે દીપડાના હુમલામાં બળવંતભાઈને માથાના ભાગે ખભાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં દેવગઢબારીયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે દીપડો નાળા અંદર ઘુસી ગયો છે તેવી ગ્રામજનોને જાણ થતાં આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં દીપડાને જોવા ઉમટી પડ્યા હતા.
આ બનાવ અંગે સ્થાનિક વનવિભાગને જાણ કરતા બારીયા રેન્જના આર.એફ.ઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. દીપડો જે નાળામાં ઘુસી ગયો હતો તે સ્થળને કોર્ડન કરી ગ્રામજનોને ત્યાંથી દૂર ખસેડ્યા હતા. આ તબક્કે દીપડાએ મોડી સાંજે અચાનક બહાર આવીને ફરજ પરના એક વનવિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો.

error: Content is protected !!