Thursday, 21/11/2024
Dark Mode

દેવગઢ બારીયા નગરમાં આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

દેવગઢ બારીયા નગરમાં આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.24

કોરોના વાયરસને લઇ દેશ-વિદેશમાં હાડ મારી ચાલી રહી છે. તેને અનુલક્ષીને દેવગઢબારીયા તાલુકામાં આવેલ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા નગરમાં લોકડાઉનને અનુલક્ષી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઈપણ વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ સારી રહે ત્યાં સુધી તેને કોઇપણ જાતનો ચેપ લાગતો નથી.ચિકિત્સા પદ્ધતિ કે જેમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવારનો સમાવેશ થાય છે. જેના દ્વારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આથી જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લોકોને કોરોના વાયરસ થી બચવા માટે આયુર્વેદિક અને હોમિયોપથી ઉપાય અને સારવાર અપનાવવા આહવાન કર્યું છે. જેને અનુરૂપ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દેવગઢબારિયા તરફથી બધી જગ્યાએ સરકારી સંસ્થાઓ સરકારી ઑફિસો અને લોકડાઉનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બે ટાઈમ અને સેલટેર હોમ ખાતે મુકવામાં આવેલ લોકોને અને નગરમાં અલગ અલગ વિસ્તારમાં આ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ છે. દેવગઢબારિયા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના ઇ.ચાર્જ ડોક્ટર અલ્કેશ ગેહલોત અને તેમના સહયોગી ટીમ દ્વારા આવા સમયમાં પણ પોતાની ફરજ બજાવી નિષ્ઠાપૂર્વક સેવા કરી રહ્યા છે.પોલીસ કર્મીઓને ઉકાળા વિતરણ દરમિયાન લીમખેડા ડિવિઝન ના ડી.વાય.એસ.પી ડૉ.કાનન દેસાઈ એ પણ ઉકાળો પીધો હતો. તેઓની હાજરીમાં બધા પોલીસ કર્મીઓને ઉકાળો વિતરણ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!