Thursday, 21/11/2024
Dark Mode

ધ બર્નિંગ કાર… ફોરવહીલર ગાડી આગની લપટોમાં બળીને સ્વાહા: કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા થયો બચાવ

ધ બર્નિંગ કાર… ફોરવહીલર ગાડી આગની લપટોમાં બળીને સ્વાહા: કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા થયો બચાવ

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તા.23
અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર આવેલ રામપુરા ગામે મધરાતે પસાર થતી એક ફોરવ્હીલરમાં ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતા ફોરવીલર ગાડીમાં સવાર ત્રણ યુવાનોએ સમયસૂચકતા વાપરી ફોરવહીલરમાંથી બહાર આવી ગયા હતા.જોકે આગે જોતજોતામાં પ્રચંડ રૂપ ધારણ કરી લીધી હતી ઉપરોક્ત બનાવ મધરાત્રે બન્યો હોવાથી કરમાં સવાર યુવકો કંઈક સમજે કોઈની મદદ લે તે પહેલા આગની લપેટમાં આવી ફોરવહીલર ગાડી બળીને રાખ થઈ જતા કાર માલિક ને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યાનું જાણવા મળેલ છે

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી ઉજ્જૈન મહાકાલના દર્શનાર્થે એસયુવી કારમાં સવાર થઈ નીકળેલા ત્રણ યુવાનો ગતરોજ મધરાતે દાહોદ તાલુકાના રામપુરા ખાતેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ એસયુવી કારમાં એકાએક આગ ફાટી નીકળતા કારમાં સવાર ત્રણેય યુવકોએ સમય સુચકતા વાપરી કારમાંથી બહાર નીકળી ગયા હતા.કોઈક કઈક સમજે તે પહેલા આખી કાર આગની લપટોમાં જકડાઈ ગઈ હતી.આ આગના બનાવની જાણ દાહોદ અગ્નિશામક દળને થતા ફાયરફાયટરોએ તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જોકે ત્યાં સુધીમાં તો આખી કાર આગની લપટોમાં બળીને સ્વાહા થઈ જતા કાર માલિકને લાખો રૂપિયાનું નુકશાન થયું હોવાની પ્રાથમિક માહિતી સપાટી પર આવી છે.
ઉપરોક્ત બનાવ સંદર્ભે આજના હાઈટેક યુગમાં સ્વિગી, ઝોમેટો જેવી કંપની માત્ર 10 થી 15 મિનિટમાં ગ્રાહકોને ડિલિવરી આપી રહી છે.ત્યારે મધરાત્રે બનેલા આગના બનાવમાં કારમાં સવાર યુવકોને વહીવટીતંત્ર તરફથી ધ બર્નિંગ કાર... ફોરવહીલર ગાડી આગની લપટોમાં બળીને સ્વાહા: કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતા થયો બચાવ1 કલાકે મદદ પહોચ્યાના કડવા અનુભવો સહિતની પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

error: Content is protected !!