Saturday, 12/07/2025
Dark Mode

ગરબડાના ગાંગરડીમાં એક વ્યક્તિ વિદેશથી ઘરે આવતા આરોગ્ય વિભાગે”હોમ કોરોનટાઇન”માં મુક્યો

ગરબડાના ગાંગરડીમાં એક વ્યક્તિ વિદેશથી ઘરે આવતા આરોગ્ય વિભાગે”હોમ કોરોનટાઇન”માં મુક્યો

 વિપુલ જોષી @ ગરબાડા

 ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની એક વ્યક્તિ વિદેશથી પરત આવેલ હોવાના કારણે હોમ કોરોનટાઈન કરાઈ,આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલારૂપે ના મકાન પર નોટીસ બોર્ડ સ્ટીકરો લગાવવામાં આવ્યા  

ગરબાડા તા.23

ગરબાડા તાલુકાના ગાંગરડી ગામની એક વ્યક્તિનો પરિવાર હાલમાં જ વિદેશથી આવ્યા હોવાનું આરોગ્ય વિભાગની ટીમને જાણવા મળ્યું હતું.તો બીજી તરફ દુનિયાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલી રહ્યું છે જેથી સાવચેતીના ભાગરૂપે
સરકારની સુચના મુજબ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તેઓના ઘરની મુલાકાત લેવામાં આવી હતી અને દરેક બાબતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.જોકે ચેકઅપ દરમિયાન તેઓ નોર્મલ હોવાનું જાણવા મળેલ છે.તેમ છતાં તંત્ર દ્વારા તેમના મકાનની બહાર સાવચેતીના ભાગરૂપે તથા લોકોમાં જાગૃતતા આવે તે માટે પોસ્ટર લગાવવામાં આવ્યા છે કે તારીખ 23/3/2020 થી 8/42020 સુધી આ મકાનમાં વિદેશથી આવેલ વ્યક્તિ હોય જેથી કોઈએ પણ તેમના સંપર્કમાં આવવું નહીં આ વ્યક્તિ વિદેશથી આવેલ હોય તેથી તેને હોમ કોરોંટાઈન કરાયા છે. અને 14 દિવસ સુધી આ વ્યક્તિએ ઘરની બહાર નીકળવું નહીં તથા કોઇપણ વ્યક્તિએ તેમના સંપર્કમાં આવવું નહીં તેવું દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નોટિસ લગાવવામાં આવી. આવી હતી.

error: Content is protected !!