Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢબારીયાના દેવગઢ બાબજી મંદિર ખાતે સમાજમાં સુધારા અને જાગૃતતા લાવવા રાવળ સમાજનો સંમેલન યોજાયો

દેવગઢબારીયાના દેવગઢ બાબજી મંદિર ખાતે સમાજમાં સુધારા અને જાગૃતતા લાવવા રાવળ સમાજનો સંમેલન યોજાયો

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.23

દેવગઢબારીયા નગરમાં આવેલ દેવગઢ બાબજી મંદિરે ખાતે રાવળ સમાજનું સમાજ સુધારા અને સમાજમાં જાગૃતતા લાવવા માટે સંમેલન યોજવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના દેવગઢબારીયા નગરમાં આવેલ દેવગઢબાબજી મંદિરે રાવળ સમાજ સુધારા જાગૃતતા માટેનું વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાવળ સમાજના આગેવાનો યુવાનો વડીલો અધિકારીઓ પદાધિકારીઓ પ્રતિનિધિઓ તેમજ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આપણો સમાજ આગળ આવે પ્રગતિ કરે વ્યસનમુક્તિ બને ડીજે સિસ્ટમ ઉપર પ્રતિબંધ લાવે દહેજપ્રથા બંધ થાય લગ્ન પ્રસંગે, મરણ પ્રસંગે બિનજરૂરી ખર્ચા ઉપર નિયંત્રણ કરે શિક્ષણ પ્રત્યે રૂચિ દાખવે સામાજિક કાર્યકર અભેસિંહ રાવળ જણાવ્યું હતું કે મારો રાવળ સમાજ ગ્રુપ માં આપનો હાર્દિક સ્વાગત છે રાવળ સમાજ નું ગ્રુપ છે અન્ય સમાજના કોઈ મિત્ર ને એડ કરવા નહીં આ ગ્રુપમાં સમાજના વિકાસના કાર્યો થઈ શકે તેમજ આ માટે આપણે સૌ ચર્ચા-વિચારણા કરી શકીએ તે હેતુથી બનાવવામાં આવ્યું છે. જેની ખાસ નોંધ લેવા નમ્ર વિનંતી કરી હતી આ ગ્રુપમાં ફાલતું કોઈ પોસ્ટ કરવી નહીં માત્ર સમાજના ઉમદા વિચારો એકબીજાનો પરિચય સમાજ સેવા અંગેની અંગત સમજ વિગેરે વિશે ચર્ચા કરવા વિનંતી કોઈપણ જાતની અફવા હિંસાત્મક સમાચાર ભડકાઉ નારી પોસ્ટ કોઈને લાગણીને ઠેસ પહોંચે તેવી પોસ્ટ કાયદો વ્યવસ્થા માટે જોખમકારક પોસ્ટ ગ્રુપમાંના મૂકવી તેમ જણાવ્યું હતું આ સંમેલનમાં દાહોદ જિલ્લાના તાલુકાના પ્રતિનિધિઓ ની પણ નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન સાગટાલાના રમણભાઈ રાવળ દેવગઢ બારીયાના રાવલ સમાજના અગ્રણી કાળુભાઇ રાવળ રાજેશભાઈ રાવળ રોનક ભાઈ રાવળ તેમજ અભેસિંહ રાવળ ધર્મ પાલ ભાઈ રાવળ વિનોદભાઈ રાવળ વકીલ જીતુભાઈ રાવળ સરપંચ શ્રી નરવત ભાઈ રાવળ સરપંચ શ્રી શંકરભાઈ રાવળ માજી સરપંચ ભારત ભાઈ માજી સરપંચ બળવંતભાઈ રાવળ ગઢ ચુંદડી ઇશ્વરભાઇ રાવળ કર્યું હતું આ સંમેલનમાં પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર જિલ્લા તેમજ મધ્યપ્રદેશમાંથી પણ રાવળ સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા.

error: Content is protected !!