વૈશ્વિક મહામારી કોવિદ-19 નો ક્રુર પંજો આખા વિશ્વને સકંજામાં લઇ રહ્યો છે.ભારતમાં પણ આ મહામારી પોતાનો પરચો બતાવી રહી છે, ત્યારે આપણા વડાપ્રધાન શ્રીની દિર્ધદ્રષ્ટિ અને સજાગતા એ દેશને ખુબજ મોટા નુકસાનથી ઉગારી લીધેલ છે.સૌ દેશવાસીઓ પણ પોતાની શક્તિ પ્રમાણે આ વિપત્તી સામે સરકાર ને મદદરૂપ થઇ રહ્યાં છે.મદદ ની આ શ્રૃંખલામાં દાહોદના હોમીયોપેથી અને આયુર્વેદિક ડોક્ટર એસોશીએશન “પ્રધાનમંત્રી કેર ફંડ”માં રુ.1,71,000 (એક લાખ એકોતેર હજાર) નુ દાન કરેલ છે.
એસોશીએશન વતી ડો.નિલમ બામણ,ડો.રાજેન્દ્ર નાયક,ડો.મિતેશ હાડા, ડો.ઉમેશ પટેલ, ડો.હિતેન્દ્ર તિતરીયા એ દાહોદના કલેકટરશ્રી ને આ દાન ની રકમનો ચેક અર્પણ કર્યો હતો.