Thursday, 21/11/2024
Dark Mode

સંજેલીમાં હોમ કોરેન્ટાઇનમાં મોકલેલા યુવકો બજારમાં દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું:ચેતવણીના ભાગરૂપે સમજાવટ બાદ બન્ને યુવકોને ઘરે મોકલાયા

સંજેલીમાં હોમ કોરેન્ટાઇનમાં મોકલેલા યુવકો બજારમાં દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થયું:ચેતવણીના ભાગરૂપે સમજાવટ બાદ બન્ને યુવકોને ઘરે મોકલાયા

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

સંજેલી તા.21

હાલમાં કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે .ત્યારે સંજેલી તાલુકાા પણ બે વિદેશથી પરત ફરેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી તેમના ઘરે હોમ કોરેન્ટાઇનમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાના સંજેલીના નાનકડા ગામના બે યુવકો થાઈલેન્ડથી પરત ભારત આવતા આરોગ્ય વિભાગ દ્વારા એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરી ત્રણ દિવસ પૂર્વે તેઓને હોમ કોરેન્ટાઇન માટે સંજેલી મોકલી આપ્યા હતા.આજે આ બન્ને યુવકો સંજેલી બજારમાં ફરતા દેખાતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું.અને આ બન્ને યુવકોને ચેતવણીના ભાગરૂપે સમજાવટ કરી પરત ઘરે મોકલી આપ્યાનું જાણવા મળેલ છે.

કોરોના વાયરસને લઇને ચેતવણીના ભાગરૂપે અનેક માધ્યમથી લોકોને સાચી સમજણ આપવામાં આવી આપવામાં આવી રહી છે .તંત્ર પણ પોતે ખડેપગે રહીને સતત કામગિરીમાં જોતરાઇ ગયેલ છે અને લોકોના હિતની કાળજી માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં બે વ્યક્તિઓ અમદાવાદમાં કંપનીમાં કામ કરતા હતા .જેમને કંપની તરફથી થાઈલેન્ડ ખાતે કામ કરવા ગયા હતા.જે હાલની થોડા સમય અગાઉ પોતાના વતન પરત ફર્યા હતા .ત્યારે  વિદેશથી પરત આવતા  એરપોર્ટ ઉપર થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું .જ્યારે કોઈ શંકાસ્પદ જેવું કશું ન જણાતા આ બે યુવકોને અમદાવાદથી પોતાના માદરે વતન સંજેલી તાલુકામાં આવી પહોંચ્યા હતા .ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા 14 દિવસ હોમ કોરેન્ટાઇનમાં રાખવા માટેની તકેદારીના ભાગરૂપે સૂચના આપવામાં આવી હતી .ત્યારે આ લોકો આજે બજારમાં ફરતા હોવાની માહિતી પ્રસરતા તાત્કાલીક ધોરણે નગરમાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો .ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે તમામ પ્રયાસો કરાયા હતા .અને આ લોકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું .તેમજ તેને સાવચેતીના ભાગરૂપે સૂચનાઓ આપવામાં આવી હતી.તેમજ સૂચના અનુસાર કામગીરી કરવામાં નિષ્ફળ જશે તો તેમને દાહોદ ખાતે રેલવે હોસ્પિટલમાં મોકલી દેવા માટેની કડક સૂચના કરવામાં આવી હતી ..

error: Content is protected !!