Monday, 07/07/2025
Dark Mode

ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે સિકલસેલ સંદર્ભે વર્કશોપનું આયોજન કરાયું

ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે સિકલસેલ સંદર્ભે વર્કશોપનું આયોજન કરાયું

જીગ્નેશ બારીઆ @ દાહોદ 

દાહોદ તાલુકાના નીમ નળિયાં ખાતે આવેલ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા સિકલસેલ ડાયગ્નોસીસ કન્વેનસલન ટુ મોલેક્યુલર ટેકનોલોજીના સંદર્ભમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્કશોપમાં અતિથિવિશેષ તરીકે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી આર.આર.પરમાર હાજર રહ્યા હતા.એમ.જી.જી.યુ.ના વી.સી ડૉ પ્રશાંતસિંહ ચૌહાણએ શુભેચ્છા પાઠવી હતી.આ વર્કશોપમાં ડૉ.સુદામા કાટે, ડૉ.નિધિ જૈન, હીમેટોલોજિસ્ટ અને ડૉ.નીરજ સોજીત્રા,ટેક્નિકલ એક્સપર્ટ દ્વારા સિકલસેલ અંગેની માહિતી અને નિદાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપના આયોજનનું મુખ્ય ઉદ્દેશ નવી ટેકનોલોજી દ્વારા સિકલસેલ રોગનું નિદાન થઇ શકે છે.તેની જાગૃતિ અંગેનો હતો.તેમજ શેક્ષણિક રીતે પણ ખૂબ જ ઉપયોગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મોટા શહેરોમાં આ પ્રકારની વર્કશોપનું આયોજન કરવામાં આવતા હતા.પરંતુ દાહોદ જેવા ટ્રાયબલ વિસ્તારમાં પહેલીવાર ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.જે ખરેખર નોંધનીય છે.

error: Content is protected !!