Thursday, 21/11/2024
Dark Mode

કોરોનાની ઇફેક્ટ…. વિદેશથી પરત દે.બારીયા આવેલા બે યુવકોની આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરાઈ

કોરોનાની  ઇફેક્ટ…. વિદેશથી પરત દે.બારીયા આવેલા બે યુવકોની આરોગ્ય વિભાગ દ્વારા ચકાસણી હાથ ધરાઈ

 મઝહરઅલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા.20

વિશ્વભરમાં હાલ જીવલેણ કોરોના વાયરસે લોકોને ભરડામાં લીધો છે. આમેય, દેશ અને રાજ્યના બીજા શહેરોમાંથી તેમજ બીજા રાજ્યોમાંથી અવર જવર કરતા મુસાફરો બારીઆ ખાતે આવતા હોય છે તેની તકેદારીને ધ્યાને રાખી બારીઆ આરોગ્ય તંત્ર દ્વારા તેમજ બસ સ્ટેન્ડ તેમજ અન્ય રીતે બહારગામ કે રાજ્યોમાંથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવે તેવી આજના સમયની માંગ છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ તાલુકાના બે યુવકો જેમાં એક અબુધાબી અને બીજો મસ્કત ખાતે રોજગારી અર્થે ગયા હતા. જ્યાથી માદર વતન પરત ફરતા દેવગઢબારિયા વહીવટી તંત્રને આ બાબતની જાણ થતાં તેઓ દોડી ગયા હતા અને આ બંને યુવકની સિમટન્શ (લક્ષણો) સહિત ચેકઅપ કરવામાં આવ્યું હતુ. પરંતુ તેઓમાં કોઈ ચિંતાજનક કોરોના વાયરસ સંબંધી લક્ષણો ન જોવાતા બન્ને યુવકોની તબિયત સારી હોવાથી તંત્રએ હાશકારો લીધો હતો.જેમાં એક રહે સિમલાઘસી તા.દેવગઢબારિયા જી.દાહોદ અબુધાબી ખાતે વિદેશમાં રોજગારી અર્થે રિફાઈનરીમાં કામ કરતા અને બીજા રહે. મોટિઝરી તા.દે.બારીઆ જી.દાહોદના વતની રોજગારી અર્થે વિદેશમાં મસ્કત ખાતે સેન્ટ્ટિંગ કામ કરતા હતા. એકને મુંબઈ એરપોર્ટ અને બીજાને અમદાવાદ એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં કોઈ પણ લક્ષણોના મળતા તેઓને એરપોર્ટ થી ઘરે જવા રવાના કર્યા હતા અને ત્યાર બાદ પોતાના ઘરે પાછા આવતા પોતાના વતનમાં જિલ્લાના કે તાલુકા સુપર વાઈઝરએ ને જાણ થતાં તાલુકા સુપરવાઈઝર એ પણ પી.એચ.સી વિસ્તારના સબ સેન્ટરના એમ.પી.એચ.એસ દ્વારા બંને યુવકની ફરી તપાસ કરવામાં આવી હતી. જેમાં કોઈ સીમટમશ(લક્ષનો)ના મળતા હાશકારો લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના તમામ રાજ્યોના એરપોર્ટ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિત જાહેર સ્થળોએ તંત્ર દ્વારા લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજસ્થાન મધ્યપ્રદેશની સરહદે દાહોદ જિલ્લો આવેલો છે.જેમાં દેવગઢ બારીઆ તાલુકો પણ ત્યારે આ બન્ને રાજ્યો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી બસ મારફતે તેમજ ખાનગી ગાડી માંરફતે લોકો સારવાર અર્થે, વ્યાપાર અર્થે બારીઆ ખાતે અવર જવર કરતા હોય છે. ત્યારે બારીઆ બસ સ્ટેશન ખાતે તેમજ ખાનગી ગાડીઓમાં બારીઆ માં આવતા મુસાફરોની વહીવટીતંત્ર દ્વારા સ્ક્રીંનીંગ કરવાની કોઈ કામગીરી હજુ સુધી હાથ ધરવામાં ન આવતાં આશ્ચર્ય ફેલાવા પામ્યું છે.

error: Content is protected !!