Wednesday, 04/12/2024
Dark Mode

દે. બારીયામાં ખેતરે પાણી વાળવા જતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો

દે. બારીયામાં ખેતરે પાણી વાળવા જતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દે.બારીયા તા 20

દેવગઢ બારીયા તાલુકાના મોટીઝરીગામે ખેતરે પાણી વાળવા જતા 45 વર્ષીય આધેડ પર દીપડાએ હુમલો કર્યો હતો તે સમયે દીપડાના હુમલામાં ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે ઇમરજન્સી 108 મારફતે દે. બારીયા ખાતે ખસેડ્યા હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે. બારીયા તાલુકાના મોટીઝરી ગામના રહેવાસી રમેશભાઈ ભુરાભાઇ પટેલ આજરોજ બપોરના સમયે ખેતરમાં પાણી વાળવા જતા હતા.તે સમયે આવી ચડેલા દીપડાએ રમેશભાઈ પર હાથ અને પીઠના ભાગે હિંસક હુમલો કરતા રમેશભાઈએ બુમાબુમ કરતા આસપાસના લોકો તાબડતોડ દોડી આવતા દીપડો જંગલમાં ભાગી ગયો હતો ત્યારબાદ ગ્રામજનોએ દીપડાના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા રમેશભાઈ પટેલને સારવારઅર્થે ઇમરજન્સી 108 મારફતે દે. બારીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.જ્યાં હાલ રમેશભાઈની હાલત સુધારા પર હોવાનું જાણવા મળેલ છે.

error: Content is protected !!