માધ્યપ્રદેશના વરઝર નજીક હેવાનિયતની તમામ હદો પાર કરતો બનાવ:પીકઅપ ગાડીની અડફેટે 8 વર્ષીય બાળકીના મોત બાદ અકસ્માત સર્જનારા વાહનની સાથે ચાલકને પણ જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ:ચાલકનું મોત..

Editor Dahod Live
5 Min Read

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

માધ્યપ્રદેશના વરઝર નજીક હેવાનિયતની તમામ હદો પાર કરતો બનાવ:પીકઅપ ગાડીની અડફેટે 8 વર્ષીય બાળકીના મોત બાદ અકસ્માત સર્જનારા વાહનની સાથે ચાલકને પણ જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ:ચાલકનું મોત..

દાહોદ મધ્ય પ્રદેશની સીમાડે મધ્યપ્રદેશની હદમાં બનેલા બનાવમાં આખરે ચાલક મોતને ભેટ્યો…

અકસ્માતમાં અડફેટે આવેલી પાંચ વર્ષની બાળકીનું ઘટનાસ્થળે થયેલ મોત બાદ ફેલાયલા આક્રોશથી સર્જાયો હેવાનિયતની તમામ હદો પાર કરતો બનાવ…

પીકપ ચાલકને દાહોદ બાદ વડોદરા ખાતે ઉચ્ચ સારવાર માટે રવાના કર્યા બાદ રસ્તામાં કરુણ મોત:પીકઅપ ચાલકનો દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં પી.એમ કરાયું..

દાહોદ તા.14

દાહોદ જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશની હદમાં આવેલા અલીરાજપુર જિલ્લાના છોટી પોલ ગામે હેવાનિયતની તમામ હદો પાર કરતો એક બનાવ સામે આવ્યો છે.જેમાં અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના જામલી ગામનો મગનભાઈ માનસિંગભાઈ પોતાના કબજા હેઠળની MP-09-GF-2361 નંબરની ગાડીમાં શ્રામીકોને કઠીવાડા મુકવા ગયો હતો.જ્યાંથી પરત ફરતી વેળાએ રસ્તામાં ચંદ્રશેખર આઝાદ નગર તાલુકાના છોટી પોલ ગામે 8 વર્ષીય કાંજીબેન રાકેશભાઈ નામક બાળકી રમતા રમતા રોડ પર આવી જતા મગનભાઈ ની પીકપ ગાડી ની અડફેટે આવતા કાંજીબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

 બાળકીના મોત બાદ ઉશ્કેરાયેલા સ્થાનિક લોકો તેમજ બાળકીના સંબંધીઓએ જવલનશીલ પદાર્થ છાટી પીકપ ગાડીને આગ લગાવી: ચાલકને ઢોર માર માર્યા બાદ આગના હવાલે કર્યો..

પીકઅપની અડફેટે મોતને ભેટનાર 8 વર્ષીય બાળકી સાંજી...

બનાવથી ઉશકેરાયેલા સ્થાનિક લોકો તેમજ બાળકીના સબંધીઓએ પીકઅપ ગાડીના ચાલક મગનસીંગ ભાઈને ઘેરી લઇ ઢોર માર મારવાનો શરૂ કર્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ જ્વલનશીલ પદાર્થ પીકઅપ પર છાટી પીકઅપ ગાડીને આગ લગાડી દીધી હતી. તે જ સમયે ચાલાકને માર મારતા ઈસમો પૈકી ગાડીની સાથે ચાલકને પણ બાળી નાખો તેવા ઉદ્દગારો કરતા ગુસ્સામાં આવેલા લોકોએ ચાલકને સળગતી પીકઅપ વાનમાં ફેંકી દીધો હતો. ઘટનાની સાથે સાથે જ આવી પડેલા લોક ટોળાં પૈકી કેટલાક લોકોએ સળગતી પીકઅપ વાનને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ બચાવો બચાવોની બુમરાણો વચ્ચે પીકઅપનો ચાલક પણ ભડ ભડ સળગવા લાગ્યો હતો. અને ભાગાદોડી દરમિયાન સળગાતો ચાલક જમીન ઉપર પટકાયો હતો.

આગની લપટોમાં સળગતા ચાલક પર સ્થાનિકોએ માટી નાખી આગ ઓલવી: ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્ત પીકઅપ ગાડીના ચાલક ને સારવાર માટે રવાના કર્યો

આ સમગ્ર બનાવ બાદ બચાવ કામગીરી કરતા કેટલાક ગ્રામીણોએ તેની ઉપર માટી નાખી બચાવી લીધો હતો.જોકે ઉશ્કેરાયેલા કેટલાક ઈસમો બચાવ કામ કરતા ગામ લોકોની સામે થઈ ગયા હતા.આ દરમિયાન ઘટના સ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી. અને સમગ્ર મામલાને વધુ ઉગ્ર બનતો અટકાવી ઇજાગ્રસ્ત બાળકને સારવારઅર્થે ચંદ્રશેખર આઝાદ નગરના સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે મોકલી આપ્યો હતો.જ્યા ઈજાગ્રસ્તની હાલાત ગંભીર જણાતા તેને દાહોદ ખાતે રીફર કરાયા હતા.દાહોદની ખાનગી હોસ્પીટલ ખાતે લાવયેલા પીકઅપ ચાલકને પ્રાથમિક સારવાર આપી તેની હાલત નાજુક જણાતાં ઉચ્ચ સારવાર અર્થે વડોદરા ખાતે રવામાં કરાયો હતો. પરંતુ કમનસીબે વડોદરા જતા રસ્તામાં જ ચાલક મગનસીંગનું કરુણ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બનાવના પગલે સમગ્ર સરહદી વિસ્તારોમાં સ્તબ્ધતા છવાઈ થવા પામી છે. જયારે પ્રવર્તમાન સંજોગોમાં લોકોની સહન શક્તિ ઘટવા પામી છે. એટલું જ નહિ સામાન્ય બાબતોમાં પણ કાયદો હાથમા લઇ આવા બનતા મોબ લિંચિંગ ભર્યા બનાવમાં આ વિસ્તારમાં ઘટાડો આવે તે માટે સમયાંતરે મળતી બોર્ડર મિટિંગોમાં ઠોસ પગલાં લેવાય તેવી લાગણી તેમજ માંગણી પણ ઉઠવા પામી છે.

 હેવાનિયતની તમામ હદો પાર કરતા આ બનાવ બાદ મરણજનાર ચાલક તેમજ બાળકીના ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો: રેન્જ આઇ.જી તેમજ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચ્યા

 સનસનાટીભર્યા ઉપરોક્ત બનાવના પગલે ચોકી ઉઠેલી પોલીસે પીકઅપ ગાડીના ચાલક મગનસિંહ માનસિંહના ગામમાં અને પીકઅપ ગાડીની અડફેટે મોતને ભેટનાર બાળકીના ગામમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.જ્યા પોલીસ બંદોબસ્ત વચ્ચે બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જોકે આ સમગ્ર ઘટનાને પોલીસ દ્વારા ગંભીરતાથી લઇ રેન્જ આઇ.જી ચંદ્રશેખર સોલંકી તેમજ અલીરાજપુર જિલ્લા પોલીસ વડા મનોજ કુમાર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.જોકેઆ બનાવમાં પોલીસ દ્વારા ઘટનામાં સંડોવાયેલ ઈસમોની ઓળખ પ્રક્રિયા પણ શરૂ કરવામાં અવી છે.જયારે મરણ જનાર ઈકો ગાડીના ચાલક મગનસિંહ ભાઈ માનસિંગભાઈ નું પીએમ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

Share This Article