ગરબાડા તાલુકાના વડવા મા આગ લાગતા બે મકાન બળીને ખાખ,સરકાર દ્વારા સહાયના ભાગરૂપે 13700 ચેક આપવામાં આવ્યો,ઘરની પાસે પડેલ કચરો બાળતી વેળા વંટોળ આવતા બન્ને મકાનોમાં આગ લાગી હતી
ગરબાડા તા.19
ગરબાડા તાલુકાના વડવા ગામે ગુડિયા ફળિયામાં રહેતા ચુનીયા નવલસિંહ તથા ચેનીયા નવલસિંગ ગુંડિયા સોમવારના રોજ બપોરના દોઢ થી બે વાગ્યાના અરસામાં પોતાના ઘરની પાસે નો કચરો બાવળ કાંટા ઘાસ સહિતનો કુટો બાળી રહ્યા હતા. તે સમયે એકાએક જ પવન સાથે વંટોળ આવતા તે આગ ઊંચકાય ને વંટોળ સહિત બંને ઘરને ચપેટમાં લઈ લીધા હતા. જોકે આગ લાગવાની આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હતી.પરંતુ બંને ભાઈઓના ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ગામમાં સરપંચ તેમજ ઘટના સંદર્ભે સરપંચ સહિત તલાટી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટના નું પંચનામુ કરવામાં આવ્યું હતું આજે શનિવારના રોજ તલાટી ઇન્દુલ કર દ્વારા ભોગ બનનાર પરિવારને સરકાર તરફથી સહાય ના ભાગરૂપે ૧૩,૭૦૦નો ચેક આપવામાં આવ્યો હતો જે દ્રશ્યમાન થાય છે.