મધ્ય ગુજરાત વીજ નિગમની કાર્યવાહી દરમિયાન ૧૦ લાખની વીજચોરી ઝડપાઇ:વીજ ચોરોમાં ફફડાટ

Editor Dahod Live
1 Min Read

ઈલિયાસ શેખ :- સંતરામપુર

મધ્ય ગુજરાત વીજ નિગમની કાર્યવાહી દરમિયાન ૧૦ લાખની વીજચોરી ઝડપાઇ:વીજ ચોરોમાં ફફડાટ

સંતરામપુર તા.07

સંતરામપુર તાલુકાના એક અને બે નંબરમાં વીજચોરી કોર્પોરેટર ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવેલી હતી સંતરામપુર બે વિભાગ અને એક વિભાગ દ્વારા કચેરીના તાબા હેઠળના ગામો બટકવાડા ઉંબેર ગરાડીયા પાદેડી અડોર માંચોડ વેણા કોટડા ફળવા પગીના મુવાડા નસીકપુર કુરેટા કણજરા વગેરે કુલ અલગ અલગ ગામોમાં 93 ગામોમાં વીજચોરી કોર્પોરેટર ડ્રાઈવ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ લાઈનમાં લંગરીયા નાખી ને બારોબાર વીજ ચોરી કરતા હતા તપાસ દરમિયાન ની અંદર અલગ અલગ ગામોમાંથી 93 ઘરના વ્યક્તિ ઉપર મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ફરિયાદ કરીને તેમના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને અંદાજિત રૂપિયા ૧૦ લાખની વીજચોરી ઝડપાઈ હતી વીજચોરીમાં કણજરા પટેલિયા જયસિંગ ભાઈ હીરાભાઈ નસીકપુર બારીયા જવા ભાઈ કાળુભાઈ બારીયા દલપતભાઈ બારીયા રમીલાબેન રમણભાઈ બારીયા ચંચી બેન કાંતિભાઈ બારીયા ખુમાભાઇ અર્જુનભાઈ વગેરે તમામ પર વીજ ચોરી નો ગુનો દાખલ કરવામાં આવેલો હતો વીજચોરી કોર્પોરેટર ચેકિંગ ડ્રાઇવમાં સંતરામપુર વિભાગ ૧ અને ૨ દ્વારા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સપાટો બોલાવ્યો હતો.

Share This Article