દે.બારીયામાં બહારના જિલ્લામાંથી લોકો આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ:સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સમયસર પગલાં ભરવામાં આવે તેવી માંગ.

Editor Dahod Live
2 Min Read

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારીયા નગર સહિત તાલુકામાં બહારના જિલ્લામાંથી અનેક લોકો આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ તંત્ર દ્વારા સમયસર પગલાં ભરવામાં આવે તેવી માંગ, વડોદરા, અમદાવાદ, સુરત સહિત અનેક રેડ ઝોન વાળા શહેરોમાંથી આવતા લોકો, ક્યાંક કોરોના વાયરસના સંક્રમણને લઈને આવી જશે તો શું થશે ? એવા અનેક સવાલ, સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં આવે તેવી માંગ.

દે.બારીયા તા.17

દેવગઢબારિયા નગર સહિત તાલુકામાં અન્ય શહેરોમાંથી ચોરી ચુપકે લોકો વતનમાં આવી રહ્યા છે.ત્યારે આ લોકો ક્યાંક કોરોના સંક્રમણ ફેલાય તેવી દહેશત સેવાઇ રહી છે.ત્યારે આવા લોકોની સામે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
દેશ દુનિયામાં હાલ કોરોના વાઇરસના સંક્રમણ કૂદકે ને ભૂસકે વધવા લાગ્યા છે.અને લોકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે ત્યારે દેવગઢ બારીયા નગર સહિત તાલુકામાં લોકોમાં પણ આ કોરોનાનો વાઇરસને લઈને ફફડાટ ફેલાયો છે.જેથી નગર સહિત નજીકના ગામોમાં બહારના માણસો આવે તેની ઉપર નજર રાખી રહ્યા છે.ત્યારે હાલમાં મજૂરીકામ અર્થે કે સુરત બરોડા અમદાવાદ મોરબી જેવા મોટા શહેરોમાંથી આજે પણ છૂટા છવાયા કોઈપણ ભારદાર વાહન કે દુધના વાહનમાં બેસી પરત ફરી રહ્યા છે.ત્યારે ક્યાંક એમ્બ્યુલન્સ દ્વારા પણ બહારથી નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકો આવી રહ્યાનો જોવાઈ રહ્યું છે.અને આ બહારથી આવેલ લોકો અંગે સ્થાનિક તંત્રને જાણ કરવા છતાં પણ તંત્ર સમયસર યોગ્ય પગલાં લેતી નથી જેથી બહારથી આવતા લોકોમાં કોરોના સંક્રમણ આવી જાય અને તેનો ફેલાવો થાય તો આ અંતરિયાળ વિસ્તારમાં લોકોની હાલત શું થશે ? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે આજે પણ આ બહાર આવતાં લોકોને તંત્ર દ્વારા કેમ રોકવામાં આવતા નથી અને તે ગામમાં આવી ગયા પછી તંત્રને જાણ કરવા છતાં તે સમયસર પગલાં લેતા નથી. જેથી લોકોમાં ફફડાટ ફેલાઈ જાય છે.એ જવાબદાર તંત્ર આવા લોકો બહારથી આવતા લોકોને તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે.

Share This Article