Friday, 22/11/2024
Dark Mode

ગરબાડા:સ્ટેટ વિજિલન્સના કંટ્રોલરૂમમાં ખોટી ફરિયાદ કરી ગેરમાર્ગે દોરનાર ભીલાઈના એક વિરુદ્ધ કાર્યવાહી કરતાં મામલતદાર

ગરબાડા:સ્ટેટ વિજિલન્સના કંટ્રોલરૂમમાં ખોટી ફરિયાદ કરી ગેરમાર્ગે દોરનાર ભીલાઈના એક વિરુદ્ધ કાર્યવાહી કરતાં મામલતદાર

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા ના ભીલોઈમાં સરકારી અનાજ મેળવવા ગાંધીનગર સ્ટેટ કંટ્રોલમાં રજૂઆત કરાઈ હતી,ગરબાડા મામલતદાર ની ટીમ દ્વારા તપાસ કરતા ખોટી રીતે રિલીફ મેળવવા નું બહાર આવ્યું,ઘરમાં રાસન નો પૂરતો સામાન હતો ખોટી રજૂઆત કરવા માટે ગરબાડા મામલતદાર દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી કરવા જિલ્લાના ક્ષમા હર્તા ને સમગ્ર અહેવાલ મોકલવામાં આવ્યો

દાહોદ તા.15

એક તરફ દેશ કોરોનાવાયરસ સામે ઝઝૂમી રહ્યો છે તો બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સહેલાઈથી મળી રહે તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ છતાં અમુક વિઘ્નસંતોષી લોકો આવા સમયમાં સહકાર આપવાના બદલે પોતાનું જ હિત જોતા જોવા મળી રહ્યા છે ઘરમાં પૂરતો અનાજનો જથ્થો તથા અન્ય જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ હોવા છતાં તંત્ર વિરુદ્ધ ગાંધીનગર સુધી રજૂઆત કરાતા તંત્ર દ્વારા સ્થળોની મુલાકાત લેતા તમામ પોલ ખૂલી ગઈ હતી
ગરબાડા તાલુકાના ભીલોઈ ગામના પટેલ ફળીયા ના રહેવાસી વિરસીંગભાઈ રાઠોડ દ્વારા ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે તેઓ પાસે પુરતુ અનાજ ન હોવાની અને ૬ પેકેટ રાશન જરૂરીયાત હોવાનું જણાવેલ આ આ બાબતની જાણ ગરબાડા મામલતદાર સુધી પહોચતા મામલતદાર મયંક પટેલ તથા તેઓની ટીમ દ્વારા તાત્કાલીક આ વ્યક્તિની રૂબરૂ મુલાકાત લેતાં તેઓના ધરે અંદાજીત ૫૦ કિલો મકાઈનો લોટ હાજર સ્ટોકમાં હતો આ સિવાય તેઓના ધરે પુરતા પ્રમાણમાં મીઠું , મરચું , ખાંડ , દાળ હતા તે સિવાય તેઓ એ . પી . એલ . – ૧ પ્રકારનું રેશન કાર્ડ ધરાવતા હોઈ તે અનાજ પણ તેઓએ મેળવેલ હતું આમ તેઓએ ખોટી રીતે રીલીફ મેળવવા માટે પ્રયત્ન કરેલ હોવાનું જણાય છે . આ બાબતે ગરબાડા મામલતદાર ની ટીમલી દ્વારા ફોટોગ્રાફ પણ લેવામાં આવ્યા ઉપરાંત તેઓ પાસે ભરેલી હાલતમાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના ૨ નંગ ગેસ બોટલ પણ હાજર હતા . આમ ભીલોઈ ગામ ની આ વ્યક્તિ ની ફરીયાદ સદંતર ખોટી હોવાનું અને ખોટી રીતે લાભ મેળવવા માટે ઓનલાઈન ફરીયાદ નોધાયેલ હોવાનું જણાય છે . જેથી તેઓની સામે ધ એપીડેમીક ડીઝ એકટ – ૧૮૯૭ અને ધ ગુજરાત એપીડમીક ડીસીઝ કોવીડ – ૧૯ અંતગર્ત યોગ્ય તે કાર્યવાહી થવા ગરબાડા મામલતદાર દ્વારા જિલ્લા ના સમાહર્તાને મોકલી આપવામાં આવ્યો છે વધુમાં સંદર વ્યકિત વારંવાર વિવિધ કચેરીઓમાં બીન જરૂરી અરજીઓ કરી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે . તે નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આવા તત્વો સામે કડક માં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ગઈ અન્ય લોકો મા આ બાબતે ઉદાહરણ બેસે

error: Content is protected !!