Thursday, 21/11/2024
Dark Mode

પડતર માંગણીઓ સંદર્ભે સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા રાજ્ય વ્યાપી હડતાળની ચીમકી:દાહોદ જિલ્લાના સંચાલકો પણ હડતાળમાં જોડાશે

પડતર માંગણીઓ સંદર્ભે સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા રાજ્ય વ્યાપી હડતાળની ચીમકી:દાહોદ જિલ્લાના સંચાલકો પણ હડતાળમાં જોડાશે

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૪
સરકારી દુકાન વિરોધી આક્ષેપો સાથે આગામી તારીખ ૧ એપ્રીલ ૨૦૨૦ ના રોજ ગુજરાતના સરકારી દુકાનદારો હડતાળ પર ઉતરાવા હોવાનું જાણવા મળ્યું છે
વધુમાં આ હડતાળમાં દાહોદ જિલ્લાના સરકારી દુકાનદારો પણ જોડાનાર છે.

આજરોજ દાહોદની મુલાકાતે પહોંચેલ પ્રહલાદ મોદીએ સસ્તા અનાજના દુકાનદારોની પડતર માંગણીને સમર્થન આપી આગામી દિવસોમાં સરકાર દ્વારા પડતર માંગણીઓ પુરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિન્ધા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોશીએસનના આક્ષેપો પ્રમાણે, રાજ્ય સરકારની નિતીઓના કારણે સસ્તા અનાજના દુકાનદારો પરેશાન છે, દુકાનદારોની સમસ્યાઓ ઉકેલવાની જગ્યાએ તેમની સમસ્યા વધે તેવા નિર્ણયો સરકાર દ્વારા લેવાય છે જેથી તેમને સરકાર સામે વાયો ચઢાવી છે, જા ટુંક સમયમાં તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી ૧ એપ્રીલ ૨૦૨૦થી અચોક્સ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. દાહોદની મુલાકાતે આવેલ પ્રહલાદ મોદી દ્વારા જણાવ્યા અનુસાર, દુકાનદારોના છેલ્લા બે વર્ષથી રજુ કરેલા પ્રશ્નોની તરફે સરકારનું દુર્લક્ષ પણુ જેથી દુકાનદારોની બેહાલ પરિસ્થીતી, અધિકારીઓની મનસ્વી નિતી, આ બધાના કારણે દુકાનદારો,ગ્રાહકો સૌ કોઈ પરેશાન છે. આ વાતને વાંચા આપવા માટે ૦૧.૦૪.૨૦૨૦થી ગુજરાતના સસ્તા અનાજની દુકાનદારો વિતરણ પ્રથાથી દુર રહેશે, દુકાનોને તાળા મારશે અને જરૂર પડશે તો ભુખ હડતાળ પર ઉતરવાની તૈયારી પણ રાખશે, તેમ જણાવ્યું હતુ.

error: Content is protected !!